Mumbai

મુંબઈ મેટ્રો લાઇન-ટુએની સેવા પીક અવર્સ ખોરવાઈ જતાં મુસાફારોની હાલાકી

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે આજે મેટ્રો લાઇન-2A પર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. દહિસર પૂર્વ અને કંદરપાડા વચ્ચે દોઢ કલાક સુધી સેવા પ્રભાવિત રહેતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. MMMOCL દ્વારા સમારકામ બાદ બંને ટ્રેક પર મેટ્રો સેવા પૂર્વવત્ કરવામાં આવી હતી, જેથી યાત્રીઓને રાહત મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ મેટ્રો લાઇન-ટુએની સેવા પીક અવર્સ ખોરવાઈ જતાં મુસાફારોની હાલાકી

 દોઢ કલાકના સમારકામ બાદ બંને ટ્રેક પર સેવા પૂવવત્

દહિસર પૂર્વ-કંદરપાડા વચ્ચે ટેક્નિકલ ખામી

મુંબઈ -  ભારે વરસાદ વચ્ચે આજે મુંબઈની મેટ્રો લાઇન-ટુએ પર સર્જાયેલી ટેક્નિકલ ખામીને કારણે ટ્રેન સેવા લગભગ દોઢ કલાક સુધી પ્રભાવિત રહી હતી. પીક અવર્સ દરમિયાન સેવા ખોરવાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

 મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ (એમએમએમઓસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું કે, દહિસર પૂર્વ અને કંદરપાડા મેટ્રો સ્ટેશન વચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા ટ્રેન સંચાલન પર અસર પડી હતી. લાઇન-૨એ દહિસર પૂર્વથી અંધેરી પશ્ચિમ વચ્ચે દોડે છે.ખામી સર્જાતા દહાણુકરવાડી અને દહિસર પૂર્વ વચ્ચે મેટ્રો સેવા એક જ ટ્રેક પર દ્વિમાર્ગીય (બાય-ડાયરેકશનલ) પદ્ધતિથી ચલાવવામાં આવી હતી. એટલે કે, બંને દિશાની ટ્રેનો એક જ ટ્રેક પરથી નિયંત્રિત રીતે દોડાવવામાં આવી હતી, જેથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય.

મેટ્રો તંત્રના ટેક્નિકલ કર્મચારીઓએ તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું.ખામી દૂર થતાં બંને ટ્રેક પર ફરી નિયમિત મેટ્રો સેવા શરૃ કરવામાં આવી હતી એમએમએમઓસીએલ એ જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને હવે લાઇન-ટુએ પર બંને ટ્રેક પર મેટ્રો સેવા સામાન્ય રીતે ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાવા અને ટ્રાફિકજામથી બચવા માટે મોટી સંખ્યામાં મુસાફરો મેટ્રો સેવાનો ઉપયોગ કરતા હોવાથી, આ વિક્ષેપને કારણે પીક અવર્સમાં હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.