Mumbai

દુનિયાની 8મી અજાયબી સમાન મુંબઈનો બ્રિજ, અડધે રસ્તે પહોંચતા જ 4 લેનમાંથી સીધો 2 લેન!

By GS Team
30 Jan 20262 mins read
TukuTouch Logo
મુંબઈના એક ફ્લાયઓવરનો એરિયલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં કેટલાક યુઝર્સ તેની સરખામણી ભોપાલના ખામીયુક્ત રેલ ઓવર બ્રિજ સાથે કરી રહ્યા છે જેમાં 90-ડિગ્રીનો વળાંક હતો. ભોપાલની એ ઘટનામાં જાહેર બાંધકામ વિભાગ(PWD)ના બે મુખ્ય ઇજનેરો સહિત સાત ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાની 8મી અજાયબી સમાન મુંબઈનો બ્રિજ, અડધે રસ્તે પહોંચતા જ 4 લેનમાંથી સીધો 2 લેન!
Photo X

Engineering Marvel : મુંબઈના એક ફ્લાયઓવરનો એરિયલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં કેટલાક યુઝર્સ તેની સરખામણી ભોપાલના ખામીયુક્ત રેલ ઓવર બ્રિજ સાથે કરી રહ્યા છે જેમાં 90-ડિગ્રીનો વળાંક હતો. ભોપાલની એ ઘટનામાં જાહેર બાંધકામ વિભાગ(PWD)ના બે મુખ્ય ઇજનેરો સહિત સાત ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

MMRD કર્યો પાંગળો બચાવ

જો કે, આ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવનાર મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી(MMRDA)એ મંગળવારે દાવો કર્યો હતો કે, 4 લેનમાંથી 2 લેનનો બની જતો આ ફેરફાર આયોજનબદ્ધ છે અને તે કોઈ માળખાગત કે ડિઝાઇનની ખામી નથી. તેમણે ઉમેર્યું કે, જગ્યાના અભાવને કારણે આવું કરવામાં આવ્યું છે. આ પૂર્વનિર્ધારિત નક્શા અનુસાર જ બનાવાયો છે તેમાં કોઈ ખામી નથી. 

કોંગ્રેસે સાધ્યું નિશાન

કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતા ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી. બીજી તરફ, MMRDA એ પોતાનો બચાવ કરતાં કહ્યું કે, બ્રિજની પહોળાઈ અચાનક ઓછી થતી નથી, પરંતુ જગ્યાની મર્યાદા અને ભવિષ્યની આયોજન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 4 લેનમાંથી 2 લેનનું ટ્રાન્ઝિશન ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ફ્લાયઓવર ડિઝાઇન અનુસાર 

આ અંગે MMRDA પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, "આયોજન મુજબ, ફ્લાયઓવરને ભયંદર પૂર્વ માટે બે લેન અને ભયંદર પશ્ચિમ માટે ભાવિ જોડાણ માટે બે લેન સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ભયંદર પૂર્વનો ભાગ પહેલા આવતો હોવાથી, હાલમાં 4 લેનનું કોન્ફિગરેશન 2 લેનમાં રૂપાંતરિત થાય છે.

વિશ્વના સ્થપતિઓ માટે ઉદાહરણરૂપ

શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પણ MMRDAના જવાબની ટીકા કરી હતી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે લોકોએ આ ઑથોરિટી અને આ 'માસ્ટરપીસ' ડિઝાઇન કરનાર ટીમની મજાક ન ઉડાવવી જોઈએ. પરંતુ તેમનું સન્માન કરવું જોઈએ. આ બ્રિજ વૈશ્વિક સ્થપતિઓ માટે એક ઉત્તમ નમૂનો છે. 

શિવસેનાએ ચાબખા માર્યા

ઠાકરેએ કહ્યું, "આવતા વર્ષે આ ડિઝાઇન બીજા દેશોને શીખવવા માટે અન્ય એક MoU કરવામાં આવશે. આ બ્રિજ 2047 સુધીમાં પૂર્ણ થશે - જે સમયગાળો અન્ય તમામ વચનો માટે આપવામાં આવ્યો છે. આવી ભયાનક ડિઝાઇન બનાવવા પાછળ કેવી મૂર્ખામી હોઈ શકે - 4 લેનમાંથી અચાનક 2 લેન થઈ જાય છે અને MMRDA આ મૂર્ખતાપૂર્ણ અને ભ્રષ્ટ પદ્ધતિનો બચાવ કરી રહ્યું છે."