Mumbai

ફી લીધા પછી પણ ઈવેન્ટમાં હાજર નહિ રહેતાં મૌસમી ચેટરજીને દંડ

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી મૌસમી ચેટર્જીને નાશિકની ગ્રાહક કોર્ટે મોટો આંચકો આપ્યો છે. ગોવામાં સ્નેહમિલન સમારોહમાં હાજરી ન આપવા બદલ તેમને 3 લાખ રૂપિયા ફી 9% વ્યાજ સાથે પરત કરવા અને સવા લાખ રૂપિયા માનસિક ત્રાસના વળતર તરીકે ચૂકવવાનો આદેશ કરાયો છે. ડો. અરુણા વાનખેડેએ કરેલી ફરિયાદમાં, મૌસમીએ ગોવા પહોંચ્યા છતાં, યજમાન ઈજાગ્ર્રસ્ત હોવાના બહાને કાર્યક્રમમાં હાજરી ટાળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફી લીધા પછી પણ ઈવેન્ટમાં હાજર નહિ રહેતાં મૌસમી ચેટરજીને દંડ

ગોવા પહોંચી પણ ક્ષુલ્લક બહાનું કાઢી ઈવેન્ટમાં હાજરી ટાળી

૩ લાખની ફી નવ ટકા વ્યાજ સાથે ઉપરાંત માનસિક ત્રાસના વળતર પેટે સવા લાખ ચૂકવવા  ગ્રાહક કોર્ટનો આદેશ

મુંબઈ -  અપીયરન્સ ફીનું એડવાન્સ પેમેન્ટ તથા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ સહિતની તમામ સુવિધા છતાં પણ છેલ્લી ઘડીએ ઈવેન્ટમાં હાજરી નહીં  આપવા બદલ  વરિષ્ઠ અભિનેત્રી મૌસમી ચેટર્જીને આ ફીની ત્રણ લાખ રુપિયાની રકમ નવ ટકા વ્યાજ સાથે પાછી આપવા તથા તે ઉપરાંત હોસ્ટને થયેલા માનસિક ત્રાસ પેટે સવા લાખ રુપિયાનું વળતર ચૂકવવાનો આદેશ નાશિકની ગ્રાહક કોર્ટ દ્વારા અપાયો છે.

નાશિકના સેવા નિવૃત્ત સરકારી અધિકારી ડો. અરુણા વાનખેડે (૭૪)એ નાશિક જિલ્લા ગ્રાહક પંચમાં કરેલી અરજી અનુસાર ૧૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ ગોવાની એક રિેસોર્ટમાં તેમણે સ્નેહમિલન સમારોહનું આયોજન કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે મૌસમી ચેટરજીને આમંત્રિત કરાયા હતા. એજન્ટ મારફત ત્રણ લાખની ફી નક્કી કરાઈ હતી.  ડો. વાનખેડેએ બે લાખ આરટીજીએસ દ્વારા મોકલ્યા હતા. બાકીની એક લાખની રકમ ગવા પહોંચ્યા બાદ આપવાની હતી. મૌસમી માટે સુવિધાના ભાગરૃપે મુંબઈ-ગોવા એર ટિકિટ અને ફાઈવસ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઈ હતી.

નક્કી થયા મુજબ ૧૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ મૌસમી ગોવામાં પહોંચી હતી. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરીને બાકીની રકમ આપવામાં આવી હતી. જોકે, તે વખતે ડો. વાનખેડેને ઈજા થઈ હોવાથી તેઓ પોતે એરપોર્ટ પર મૌસમીને રિસિવ કરવા આવી શક્યાં ન હતાં. આથી મૌસમીએ શરત ભંગ થયો છે તેવો દાવો કર્યો હતો અને ઈવેન્ટમાં હાજરી આપ્યા વિના જ તા. ૧૮મી નવેમ્બરે મુંબઈ રવાના થઈ ગઈ હતી.

મૌસમીએ ઈવેન્ટમાં હાજરી જ નહીં આપી હોવાથી તેણે ફી પાછી આપવી જોઈએ તેવી માગણી સાથે  વાનખેડેએ વારંવાર ઈ-મેઈલ દ્વારા સંપર્ક સાધ્યા છતાં કોઈ પ્રતિસાદ અપાયો નહોતો. આથી તેમનણે નાશિક જિલ્લા ગ્રાહક પંચમાં ફરિયાદ કરી હતી.

મૌસમીએ કોર્ટ સમક્ષ આ તો વ્યક્તિગત સેવા કરાર હતો તેવી દલીલ કરી હતી. પરંતુ અદાલતે તે દલીલ ફગાવી દીધી હતી.  પેમેન્ટ મેળવ્યા પછી પણ  ઈવેન્ટમાં ગેરહાજરી સેવામાં ત્રુટિ હોવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.