મૌની
અને સૂરજ નાંબિયાર છૂટા પડી જતાં અફવા
મૌની
રોય સંકટમાં વફાદાર બહેનપણીઓના વખાણ કર્યાં
મુંબઈ - સૂરજ નાંબિયારથી અલગ પડયા
બાદ મૌની રોય વિશે જાતજાતની અટકળો કરવામાં આવી રહી છે. આ ટ્રોલર્સને મૌનીએ જવાબ આપી
તેમની બોલતી બંધ કરી નાંખી છે.મોનિકા શર્માને તેની યુ ટયુબ ચેનલ પર મુલાકાત આપતાં મૌનીને
જ્યારે પૂછવામાં આવ્યું કે તારા વિશેની સૌથી વાહિયાત અફવા તે કઇ સાંભળી છે ત્યારે મૌનીએ
જણાવ્યું હતું કે ઓહ, હું ગે છું એ અફવા.
સૂરજથી
અલગ થયાના અઠવાડિયાઓ બાદ મૌનીએ અલગ પડવાના દુઃખ વિશે જણાવ્યું હતું કે મારા આ મુશ્કેલ
સમયમાં મારો પરિવાર અને મારી ગર્લફ્રેન્ડઝ ખડકની જેમ મારી પડખે રહી હતી. મારા વિશે
એલફેલ વાતો કરનારા જુઠ્ઠાં છે તેમ મૌનીએ જણાવ્યું હતું.
ચાર
વર્ષ ડેટિંગ કર્યા બાદ ૨૦૨૨માં સૂરજ નાંબિયાર સાથે મૌની રોયે લગ્ન કર્યા હતા. પણ
૨૦૨૬માં તેઓ અલગ થઇ ગયા હતા. આ અંગે બંને જણાંએ નિવેદન આપ્યા હતા. આમ છતાં ૪૦
વર્ષની મૌની વિશે જાતજાતની અફવાઓ પ્રસરી હતી. પોતાની ગર્લ ફ્રેન્ડઝ વિશે વાત કરતાં
મૌનીએ જણાવ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડઝ બેસ્ટ છે. તેમણે મને મારા ખરાબ સમયમાં
ટેકો આપ્યો છે. મૌની અવારનવાર તેની ગર્લફ્રેન્ડઝ વિશે જાહેરમાં બોલતી રહે છે. દિશા
પટણી સાથેની તેની મૈત્રીએ ઘણાંનું ધ્યાન ખેંચ્યું છે. બંને જણાં અવારનવાર એકબીજાના
ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ પર ચમકતાં રહે છે. મૌનીએ હાલમાં જ આવેલી હૈ જવાની તો
ઇશ્ક હોના હૈમાં કામ કર્યું છે.


