જૂનો પુણે હાઈવે પણ બંધ કરાતાં વધુ હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ ટાળવા સલાહ
માવળ અને તામ્હિણી ઘાટમાં ભારે વરસાદથી રસ્તા પૂરમાં ડૂબ્યા
મુંબઈ -છેલ્લાં ત્રણ દિવસથી પડી રહેલા ગાંડાતૂર વરસાદને લીધે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાથી અને ભેખડો-માટી ધસી પડવાથી મુંબઇ-પુણે એક્સપ્રેસ વેનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. મુંબઇ-પુણે વચ્ચેના જૂના હાઇવે પરનો ટ્રાફિક પણ સલામતાના કારણોસર અટકાવી દેવાયો હતો.
આગામી સૂચના ન મળે ત્યાં સુધી મુંબઇ-પુણે રૃટ પર મોટર-રસ્તે પ્રયાસ ન કરવાની સત્તાવાળાઓએ લોકોને ચેતવણી આપી છે. મુંબઇ અથવા પુણે નવા માગતા લોકોને પ્રવાસ મુલતવી રાખવાની અલાહ આપવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે માવળ અને તામ્હિણી ઘાટમાં તો પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે.
એક્સપ્રેસ વે પર કનેક્ટિંગ લિંક અને મિસિંગ લિંકની વચ્ચે જંગી કોંક્રિટ પીલર તૂટી પડવાને લીધે એક્સપ્રેસવેનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. ઇ-વેના કેરેજ વે પર પીલર પડવાથી આ સ્થિતિ સર્જાઇ હતી.
જૂના મુંબઇ-પુણે હાઇવે ઉપર પણ ઠેક ઠેકાણે રસ્તા પર પાણી ભરાઇ ગયું હોવાથી ટ્રાફિકની અવરજવર બંધ કરવામાં આવી છે.
મુંબઇની જેમ પુણેમાં પણ ભારે વરસાદને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
પુણેથી મુંબઇની દિશામાં ખોપોલી-કુસગાંવ વચ્ચે ભેખડ ધસી પડવાને લીધે સોમવારે વહેલી સવારે ટ્રાફિક બીજે બાળવામાં આવ્યો હતો.
આવી જ રીતે લોહગઢ ફોર્ટ નજીક પાટણ ગામે જમીન ધસી પડતા એક પરિવાર ફસાઇ ગયો હતો. કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને બચાવી લેવામાં આવ્યા હતા.









