મુંબઈમાં દર વર્ષે 20 હજારથી વધુ મહિલાઓ દ્વારા ગર્ભપાત

વર્ષથી ઓછી વયની તરુણીઓ દ્વારા ગર્ભપાતનું પ્રમાણ ચિંતાજનક ૧૯
મહપાલિકાના ડેટા અનુસાર મહત્મત
ગર્ભપાત ૨૫થી ૩૪નાં વયજૂથમાં ઃ જોકે, છેલ્લા ૩ વર્ષમાં પ્રમાણ ઘટયું
મુંબઈ
- છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં મુંબઈમાં ગર્ભપાતની
સંખ્યામાં લગભગ ૫૦૦૦નો ઘટાડો થયો છે. જોકે દર વર્ષે ૨૦ હજારથી વધુ મહિલા ગર્ભપાત
કરાવે છે. ૨૫થી ૩૪ વર્ષની મહિલાઓમાં આ પ્રમાણ વધુ છે, પરંતુ
૧૯ વર્ષથી ઓછી વયની છોકરીઓમાં ગર્ભપાતની સંખ્યા ચિંતાનો વિષય બની છે.
માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતી અનુસાર મોટાભાગના ગર્ભપાત પાછળ
ગર્ભ નિરોધકનો અપૂરતો અથવો ખોટો ઉપયોગ અને ગર્ભનિરોધકની નિષ્ફળતા મુખ્ય કારણો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ગર્ભપાતનું પ્રમાણ ઘટયું છે પણ એકંદરે આંકડો ઊંચો જ છે, એમ
મહાપાલિકાના આરોગ્ય ખાતા પાસેથી મળેલી આંકડાવારીમાં જણાવાયું છે. આ આંકડામાં તબીબી
પ્રેરીત અને સ્વયંભૂ ગર્ભપાત બંનેનો સમાવેશ છે. પાલિકા ગર્ભપાતની સંખ્યા ઘટાડવા
વિવિધ જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યું છે. જ્યારે આ પહેલને લીધે સકારાત્મક પરિણામ દર્શાવ્યા છે, સાથે જ
વાર્ષિક સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.
મોટાભાગના ગર્ભપાત ગર્ભનિરોધકના અયોગ્ય ઉપયોગ અથવા તેની નિષ્ફળતા સાથે
સંકળાયેલા છે. આ કારણસર ૨૦૨૩-૨૪માં ૨૨,૧૪૯ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યો હતો.
૨૦૨૪-૨૫માં સંખ્યા ઘટીને ૧૯,૪૯૫ થઈ હતી. ૨૦૨૫-૩૬માં ૧૮,૯૬૬ મહિલાઓએ ગર્ભનિરોધક સમસ્યાને લીધે ગર્ભપાત કરાવ્યો હતો.









