જુલાઈ માસમાં મુંબઈમાં ૧૩ હજારથી વધુ પ્રોપર્ટીની નાંધણી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૪ વર્ષમાં જુલાઈ માસનો નવો રેકોર્ડ
પ્રોપર્ટીના ઊંચા દરોને લીધે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયૂટી પેટે ૧૨૨૩ કરોડની આવક થઈ
મુંબઈ - મુંબઈમાં જુલાઈ-૨૦૨૬ દરમિયાન શહેરમાં ૧૩,૬૧૭ પ્રોપર્ટીની નોંધણી થતાં છેલ્લા ૧૪ વર્ષમાં જુલાઈ મહિનાનો સર્વોચ્ચ રેકોર્ડ નોંધાયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધણીમાં ૮.૩ ટકાનો વધારો નોંધાયો છે.
માત્ર જુલાઈ મહિનામાં સ્ટેમ્પ ડયુટી પેટે સરકારની તિજોરીમાં રૃ. ૧,૨૨૩ કરોડની આવક થઈ છે. જે જુલાઈ-૨૦૨૫ની સરખામણીએ ૮.૯ ટકાનો વધારો દર્શાવે છે. ઊંચી કિંમતના સોદાઓને કારણે સરકારી આવકમાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં મુંબઈમાં પ્રાઈમરી અને સેકન્ડરી બજારમાં મળીને ૮૦,૨૨૧ પ્રોપર્ટીની નોંધણી થઈ છે. જે ગયા વર્ષની સરખામણીએ ૬ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૩પછી પ્રથમ છ મહિનાનું આ સૌથી શ્રે પ્રદર્શન માનવામાં આવે છે.
આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકારને સ્ટેમ્પ ડયુટીમાંથી રૃ.૬,૯૬૮ કરોડની આવક થઈ છે, જે વર્ષ ૨૦૧૩ પછીનું સર્વોચ્ચ સ્તર છે.




