મુંબઈમાં ઓગસ્ટમાં ૧૨ હજારથી વધુ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૧૪ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી મોટો આંકડો
રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીમાંથી ૧૧૨૩ કરોડની આવક મળશે
મુંબઈ - મુંબઈમાં પ્રોપર્ટી માર્કેટની તેજી યથાવત્ રહી છે. મુંબઈ મહાનગરપાલિકા(બીએમસી)ની હદ વિસ્તારમાં ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અંદાજે ૧૨,૫૦૩ પ્રોપર્ટીઓની રજીસ્ટ્રેશન થઈ છે, જે ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ ૧૧ ટકા વધુ છે.
આ સાથે ઓગસ્ટ મહિનામાં છેલ્લા ૧૪ વર્ષથી વધુ સમયનો સૌથી ઊંચો નોંધણી આંકડો નોંધાવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના નોંધણી અને સ્ટેમ્પ વિભાગના આંકડાઓ અનુસાર, ઓગસ્ટમાં રાજ્ય સરકારને પ્રોપર્ટીઓની સ્ટેમ્પ ડયૂટીમાંથી આશરે રૃ .૧,૧૨૩ કરોડની આવક થવાની ધારણા છે, જે ગયા વર્ષની સરખામણીએ ૧૨ ટકા વધુ છે.
જોકે, જુલાઈ ૨૦૨૬ની સરખામણીએ ઓગસ્ટમાં મિલકત નોંધણીમાં ૧૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈમાં ૧૩,૮૨૪ પ્રોપર્ટીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. જે વાષક ધોરણે ૮.૩ટકા વધુ અને તે મહિના માટે પણ ૧૪ વર્ષથી વધુ સમયનો સૌથી ઊંચો આંકડો હતો. જુલાઈમાં સ્ટેમ્પ ડયૂટીથી સરકારને આશરે રૃ.૧,૨૫૫ કરોડની આવક થઈ હતી.




