Mumbai

મોડલ અને બેન્કર હર્ષા સન્ની ૧૨ કરોડના ગાંજા સાથે પકડાઈ

By GS Team
13 Jun 20262 mins read
મોડલ અને બેન્કર હર્ષા સન્ની ૧૨ કરોડના ગાંજા સાથે પકડાઈ

બેંગકોકથી આવતી વખતે મુંબઈ એરપોર્ટ પર  સામાનમાં ગાંજો મળ્યો

હર્ષાનો દાવોઃ એક વ્યક્તિએ પ્રવાસ દરમિયાન મિત્રતા કરી બેગ પહોંચાડવા કહ્યું હતું, બેગમાં શું હતું તે ખબર  ન હતી

મુંબઇએક ખાનગી બેન્કમમાં રિલેશનશીપ મેનેજર તરીકે કામ કરતી અને ગયા ંવર્ષે એક સૌંદર્ય સ્પર્ધામાં રનર અપ પણ રહી ચૂકેલી મોડલ  હર્ષા સન્ની મુંબઈ એરપોર્ટ પર બેંગકોંકથી ૧૧.૮૨ કરોડ રુપિયાનો ગાંજો લાવતાં કસ્ટમ દ્વારા ઝડપાઈ હતી.

હર્ષાએ એવો  બચાવ કર્યો હતો કે પ્રવાસ દરમિયાન એક વ્યક્તિએ તેની સાથે મિત્રતા કેળવી હતી અને તેને એક બેગ ભારત લઈ જવા સમજાવી હતી.

ગુરુવારે સવારે 'ીં  વાગ્યે બેંગકોકથી આવતાં જ   હર્ષા સન્નીને એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી.   તેના સામાનની વિગતવાર તપાસ  દરમિયાન અધિકારીઓને તેની ટ્રોલી બેંગમાં છુપાવવામાં આવેલા ૧૨ વેક્યુમ સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા. અધિકારીઓને લીલારંગનો પદાર્થ નજરે પડતા તેમને આ ગાંજાનો જથ્થો હોવાની શંકા ગઇ હતી. ત્યાર બાદ એનડીપીએસ ફીલ્ડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ  કરીને આ પદાર્થનું પરીક્ષણ કરવામાં આવતા પોઝીટીવ રિઝલ્ટ આવ્યું હતું અને આ જથ્થો ગાંજાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.  ત્યાર બાદ હર્ષા સન્નીની એનડીપીએસ એક્ટની જોગવાઇઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને એનડીપીએસ કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.

 હર્ષાના  વકીલે દાવો કર્યો હતો કે તેમના અસીલને બેગમાં કઇ સામગ્રી છે તેની કોઇ જાણ નહોતી. સંગઠિત તસ્કરો દ્વારા આ રીતે  શંકાસ્પદ પ્રવાસીઓનું શોષણ કરવામાં આવતી હોવાની ઘટના બને છે આ કેસમાં   હર્ષાએ નેઇલ-આર્ટ અને મોડેલિંગ ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો શોધવા બેંગકોકની મુલાકાત લીધી હતી.   હર્ષા ગયાં વર્ષે યોજાયેલી મિસિસ કેરાલા સ્પર્ધામાં  ફર્સ્ટ રનર અપ બની હતી.