Mumbai

મુંબઇમાં તબેલાના દૂધમાં લીટરે આઠ રૃપિયાનો વધારા

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 1 સપ્ટેમ્બરથી ભેંસનું દૂધ 8 રૂપિયા મોંઘું થશે. મુંબઈ દૂધ ઉત્પાદક સંઘે હોલસેલ રેટમાં લિટર દીઠ 8 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેથી ગ્રાહકોને 110 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડશે. પશુખાદ્યના ભાવવધારાને કારણે આ નિર્ણય લેવાયો છે. દૂધ અને ખાંડ મોંઘા થતાં તહેવારોમાં મીઠાઈઓ પણ મોંઘી બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં તબેલાના દૂધમાં લીટરે આઠ રૃપિયાનો વધારા

પહેલી સપ્ટે.થી ભાવવધારો અમલમાંે

ખાંડ અને દૂધ બંને મોંઘા થતાં તહેવારોની આ સીઝનમાં મીઠાઈઓ મોંઘીદાટ બનશેે

મુંબઇ -  મુંબઇમાં તળેલાઓમાંથી પૂરા પાડવામાં આવતા ભેંસના દૂધમાં લીટરે આઠ રૃપિયાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે હવે મુંબઇગરાએ લીટરના ૧૧૦ રૃપિયા ચૂકવવા પડશે. પહેલી સપ્ટેમ્બરથી દરવધારો અમલમાં આવશે.

દૂધના  ભાવમાં વધારા બાદ લસ્સી, છાશ, ઘી અને દૂધમાંથી બનતી મીઠાઇઓ પણ મોંઘી થશે.  મુંબઇ દૂધ ઉત્પાદક સંઘ (બોમ્બે મિલ્ક પ્રોડયુસર એસોસીએશન) તરફથી દૂધના હોલસેલ રેટમાં લીટર દિઠ આઠ રૃપિયાનો વધારો જાહેર કર્યો છે. પહેલાં હોલસેલ રેટ ૯૩ રૃપિયા હતો જે વધારીને ૧૦૨ રૃપિયા કરવામાં આવ્યો છે. એટલે મુંબઇના સર્વસામાન્ય ગ્રાહકોને અત્યારે ૧૦૦ રૃપિયે લીટર દૂધ મળે છે તેને બદલે ૧૧૦ રૃપિયામાં મળશે.

ગુરુવારે જોગેશ્વરીમાં મળેલી બેઠકમાં તબેલાના માલિકોએ દૂધાળા પશુઓની વધતી કિંત અને પશુખાદ્યની વધતી કિંમતમાં પચ્ચીસ ટકાના વધારાનું કારણ આગળ ધરી હોલસેલમાં લીટરે ૧૫ રૃપિયા વધારવાની માગણી કરી હતી. જો કે લાંબી ચર્ચા બાદ લીટરે આઠ રૃપિયા વધારા માટે સંમતી સધાઇ હતી.

દૂધના દરવધારાને પગલે લસ્સી, ઘી અને દૂધમાંથી બનતા ખાદ્યપદાર્થોે તેમજ મીઠાઇઓના પણ ભાવ વધશે. મીઠાઇના વેપારીઓએ જણાવ્યું હતું કે હજી તો ખાંડના ભાવવધારાનો ફટકો સહન કર્યો ત્યાં તો દૂધનો ભાવવધારો ઝીંકાયો છે.