મુંબઈની 82 જર્જરિત સેસવાળી ઇમારતોને મ્હાડાએ અત્યંત જોખમી જાહેરત ૨,૭૩૬ રહેવાસીઓ પર અસર

ચોમાસા
પહેલાં સુરક્ષાનું કવચ
રહેવાસીઓને
તાત્કાલિક સલામત સ્થળોએ ખસેડવા માટેની કાર્યવાહી શરૃ
મુંબઈ -
ચોમાસાની તુ પૂર્વે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં
મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)એ તળ મુંબઈના વિસ્તારની ૮૨ સેસવાળી ઇમારતોને
અત્યંત જોખમી જાહેર કરી છે. આ ઇમારતોમાં વસવાટ કરતા રહેવાસીઓને તાત્કાલિક સલામત
સ્થળોએ ખસેડવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
મ્હાડાના
મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડ દ્વારા કરવામાં આવેલા ચોમાસા
પૂર્વ સર્વેક્ષણમાં આ ઇમારતોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે
જોખમી જાહેર કરાયેલી ૮૨ ઇમારતોમાંથી ૪૩ ઇમારતો ગયા વર્ષે પણ અત્યંત જોખમીદ
શ્રેણીમાં સમાવેશ હતી.
આ
ઇમારતોમાં કુલ ૨,૭૩૬ લોકો રહે છે.જેમાં ૨,૨૫૬રહેણાંક તથા ૪૮૦ કમશયલ ભાડૂતોનો સમાવેશ થાય છે. મ્હાડા
દ્વારા અત્યાર સુધીમાં ૧૭૬ રહેણાંક રહેવાસીઓને ઇમારતો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં
આવી છે. તેમાંથી ૨૯ ભાડૂઆતો મ્હાડાના ટ્રાન્ઝિટ કેમ્પમાં સ્થળાંતરિત થયા છે,
જ્યારે ૩૬ લોકોએ પોતાના સ્તરે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરી લીધી
છે.
મ્હાડાના
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાકીના રહેવાસીઓને પણ તબક્કાવાર નોટિસ પાઠવવામાં આવી
રહી છે અને જોખમી ઇમારતો ખાલી કરાવવાની પ્રક્રિયા સતત ચાલુ છે. અંદાજે ૨,૧૦૨ લોકોને ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવાની જરૃર પડશે,
જેને ધ્યાનમાં રાખીને જરૃરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી
રહી છે.
મ્હાડાએ નાગરિકોને અપીલ
કરી છે કે તેઓ સ્થળાંતરની કામગીરીમાં સહકાર આપે અને પોતાની તેમજ પરિવારની સુરક્ષા
માટે જોખમી ઇમારતો તાત્કાલિક ખાલી કરે. ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટના, જાનહાનિ કે મિલકતના
નુકસાનને અટકાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું મ્હાડાએ જણાવ્યું છે.
સાથે
જ જૂની અને જર્જરિત ઇમારતોમાં રહેતા નાગરિકોને કોઈપણ પ્રકારની તિરાડ, દિવાલ કે છતનો ભાગ તૂટવાનો
ભય, ઝુકાવ અથવા અન્ય માળખાકીય ખામી જણાય તો તેની તાત્કાલિક જાણ
સંબંધિત સત્તાવાળાઓને કરવા અપીલ કરવામાં આવી છે.
મ્હાડાએ સ્પષ્ટ કર્યું છે કે ચોમાસા દરમિયાન
જર્જરિત ઇમારતોને કારણે સર્જાઈ શકે તેવી દુર્ઘટનાઓને અટકાવવી તેમની સર્વોચ્ચ
પ્રાથમિકતા છે અને આ માટે વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




