Mumbai

બાંદરા સ્ટેશન પાસે મેગા ડિમોલીશનઃ 400 ઝૂપડાંનો સફાયો શરુ

By GS Team
20 May 20262 mins read
બાંદરા સ્ટેશન પાસે  મેગા ડિમોલીશનઃ 400 ઝૂપડાંનો સફાયો શરુ

દાયકાઓ જૂનાંં દબાણો તોડવા હાઈકોર્ટની લીલીઝંડી

બાંદ્રા ટર્મિનસ તથા લોકલ  સ્ટેશન વચ્ચે કનેક્ટિવિટી, વિસ્તરણ સહિતના પ્રોજેક્ટસ માટે રેલવેની જગ્યા ખુલ્લી કરાઈ

ચા ર દિવસ ડિમોલીશન ચાલશે ઃ સેંકડો પોલીસ જવાનો અને હેવી  મશીનરી ખડકાયાં  ઃ  સ્ટેશનની અડોઅડ ૩-૩ માળનાં ઝૂપડાં હતાં

મુંબઈબાંદ્રા પૂર્વનાં સ્ટેશનની અડોઅડ રેલવેની જગ્યામાં જ દાયકાઓથી બની ગયેલાં ૪૦૦ જેટલાં ઝૂપડાં સહિતના કાચાં મકાનો તોડી પાડવા આજે વહેલી સવારથી વેસ્ટર્ન રેલવે દ્વારા બીએમસીની મદદથી જંગી ડિમોલીશન શરુ કરાયું હતું. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ જગ્યા ખાલી કરાવવા અપાયેલી લીલીઝંડી બાદ આજથી શરુ થયેલું આ ડિમોલીશન ચાર દિવસ સુધી ચાલશે. ડિમોલીશન બાદ ૫૨૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી બાંદ્રા ટર્મિનસમાં વિસ્તરણ, લોકલ સ્ટેશન તથા ટર્મિનસ વચ્ચે કનેક્ટિવિટી અને સાંતાક્રુઝ- મુંબઈ સેન્ટ્રલ વચ્ચે નવી લાઈનનાં વિસ્તરણ સહિતના પ્રોજેક્ટ હાથ ધરાશે.

ડિમોલીશન સમયે સેંકડો સ્લમધારકોનાં ટોળાં એકઠાં થી ગયાં હતાં. જોકે, રેલવેે અગમચેતી રુપે ૪૦૦થી વધુ પોલીસ જવાનોનો  બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ભારે ઉત્તેજના અને વિરોધ વચ્ચે એક પછી એક સ્લમનું ડિમોલીશન જોવા માટે ભારે ભીડ પણ જામી હતી.

પોલીસે  સ્ટેશન ઈસ્ટ સાઈડ તરફનો એક બ્રિજ તથા નીચેનો માર્ગ બંધ કરાવી  દીધો  હતો. માત્ર સ્કાયવોક પરથી અવરજવરની છૂટ અપાઈ હતી.

     રેલવેના જણાવ્યા અનુસાર, જાહેર મિલકત કાયદા હેઠળની કાર્યવાહી વર્ષ ૨૦૧૭ પહેલાં જ શરૃ કરવામાં આવી હતી અને ૨૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ  આ દબાણો હટાવવાના આદેશો પણ આપવામાં આવ્યા હતા. જોકેત્યારબાદ આ સમગ્ર મામલો બોમ્બે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં છેલ્લા લગભગ નવ વર્ષ દરમિયાન વિવિધ સ્તરે  કાનૂની લડાઈ ચાલી હતી.

પરંતુ, બોમ્બે હાઈકોર્ટે ગત એપ્રિલમાં આ દબાણો તોડી પાડવાનો માર્ગ મોકળો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ આદેશ સામે સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. જોકે, હાઈકોર્ટે આશરે ૧૦૦  જેટલા  ઓગસ્ટ ૨૦૨૧નાં  સર્વેમાં ઓળખી કઢાયેલા ં ઝૂપડાંને પુનઃવસન માટે પણ આદેશ આપ્યો હતો.

રેલવે લાઈન તથા સ્ટેશનની અડોઅડ આ ઝૂપડાં ૮૦ના દાયકાથી બની ગયાં હતાં. તેના કારણે પ્રવાસીઓની અવરજવરમાં વિધ્ન સર્જાયું  હતું. પારાવાર ગંદકી, ટ્રાફિક જામ તથા અકસ્માતના પ્રશ્નો પણ સર્જાતા હતા. રેલવેની મિલ્કતોની સલામતી જોખમાતી હતી. સ્લમમાં રહેતા લોકો દ્વારા રેલવે  બ્રિજ તથા  સ્ટેશન પરિસરમાં જ તેમનો સામાન મૂકી રાખવા કે ફેરિયાઓ દ્વારા પથારા દ્વારા દબાણ પણ કરાતાં હતાં.