Mumbai

માથેરાનમાં પ્લાસ્ટિકના યુઝ-એન્ડ-થ્રો રેઇનકોટ પર પ્રતિબંધની ઐસી તૈસી

By GS Team
26 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈના માથેરાનમાં પ્લાસ્ટિકના યુઝ-એન્ડ-થ્રો રેઈનકોટ પર પ્રતિબંધ હોવા છતાં, પહેલા જ વરસાદમાં અનેક પર્યટકો તેનો ઉપયોગ કરતા જોવા મળ્યા. ૧૩ એપ્રિલ, ૨૦૨૬ના નગરપરિષદના નિર્ણય અને પર્યટન સમિતિની મંજૂરી છતાં, નિયમનો ખુલ્લેઆમ ભંગ થયો. સ્થાનિક નાગરિકોએ નગરપરિષદની નિષ્ફળતા અને પર્યાવરણને થતા નુકસાન અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માથેરાનમાં પ્લાસ્ટિકના યુઝ-એન્ડ-થ્રો રેઇનકોટ પર પ્રતિબંધની ઐસી તૈસી

સ્થાનિક તંત્ર મૂકદર્શક બનીને બેસી રહ્યું

પહેલા જ વરસાદમાં કેટલાય ટુરિસ્ટો પ્લાસ્ટિકના આ પાતળા રેઇનકોટ પહેરી નીકળી પડયા

મુંબઇ - ઇકોસેન્ઝીટીવ ઝોનમાં આવેલા હિલ- સ્ટેશનમાં નગર- પરિષદ તરફથી પ્લાસ્ટિકના યુઝ-એન્ડ-થ્રો પાતળા રેઇનકોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પણ ગઇ કાલના પહેલાં જ વરસાદમાં નિયમની ઐસીતૈસી કરીને કેટલાય ટુરિસ્ટો વરસાદની મજા લેવા નીકળી પડયાં હતાં.

નિયમના  છડેચોક ઉલ્લંઘનને લીધે સાવ જ પાતળા પ્લાસ્ટિકના રેઇનકોટ પરનો પ્રતિબંધ શું ફક્ત કાગળ ઉપર જ રહ્યો છે? એવો સવાલ સ્થાનિક જાગૃત નાગરિકોએ કર્યો હતો.

ચોમાસામાં ઘણાં ટુરિસ્ટો વરસાદની મજા લેવા આવતા હોય છે. માથેરાનમાં રોકાય ત્યાં સુધી યુઝ-એન્ડ- થ્રો રેઇનકોટ પહેરીને નીકળી  પડે છે. ત્યારબાદ માથેરાનથી પાછા ફરતી વખતે રસ્તા પર કે  ઝાડી- ઝાંખરામાં કે પછી વૃક્ષો ઉપર આ રેઇનકોટ ફેંકીને ચાલ્યા જતા હોવાથી પર્યાવરણને પારાવાર નુકસાન થાય છે. બીજું સુંદર હરિયાળી પર લટકતા આ પ્લાસ્ટિકના રેઇનકોટનો દેખાવ પણ ખૂબ ખરાબ લાગે છે.

માથેરાન નગરપરિષદે ૧૩મી એપ્રિલ ૨૦૨૬માં યોજાયેલી મીટિંગમાં રેઇનકોટ પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. આ  નિર્ણય ઉપર પર્યટન અને નિયોજન સમિતીએ મંજૂરીની મહોર મારી હતી. ઉપરાંત માથેરાનના વેપારીઓ સાથે બેઠક યોજીને નિર્ણયનો અમલબજવણીની તૈયારી પણ દેખાડવામાં આવી હતી. પરંતુ પહેલાં જ વરસાદમાં ટુરિસ્ટો તરફથી મોટા પ્રમાણમાં રેઇનકોટ વપરાતા હોવાનું નજરે પડયું હતું. આથી સ્થાનિક નાગરિકોએ એવો આક્ષેપ કર્યો હતો કે વેપારીઓ પર નગર- પરિષદનું  કોઇ નિયંત્રણ જ નથી.

પર્યટકો તરફથી ગમે ત્યાં ફેંકવામાં આવતા રેઇનકોટને લીધે કચરાનું સામ્રાજ્ય વધ્યું છે.