Mumbai

માર્ડના તબીબો આવતીકાલથી હડતાળ પર ઊતરવાની શક્યતા

By GS TEAM
2 Nov 20251 min read
માર્ડના તબીબો આવતીકાલથી હડતાળ પર ઊતરવાની શક્યતા

ફલટણ કેસમાં એસઆઈટી તપાસની માગ

નોન-ઈમર્જન્સી સેવા સ્થગિત કરશે; ચોથી નવે. આઝાદ મેદાનમાં રાજ્યવ્યાપી રેલી પણ યોજાશે

મુંબઈ -  મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (માર્ડ)એ ચિમકી આપી છે કે, જો સરકાર ફલટણ મહિલા ડૉક્ટર કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) તપાસ સહિતની તેમની માગણીઓ પણ કાર્યવાહી નહીં કરે તો ત્રીજી નવેમ્બરથી રાજ્યવ્યાપી આંદોલન શરુ કરશે.

ત્રીજી નવેમ્બરના રોજ, માર્ડ ઈમર્જન્સી અને આઈસીયુ સેવાઓ ચાલુ રાખીને નોન-ઈમર્જન્સી ફરજો સ્થગિત કરવાની યોજના રાખે છે. જો કોઈ નિર્ણાયક પગલાં લેવામાં નહીં આવે તો ચોથી નવેમ્બરે રોજ આઝાદ મેદાન ખાતે રાજ્યવ્યાપી રેલી યોજાશે.

આ આંદોલનને મહારાષ્ટ્રના તબીબી સમુદાય માટે એક વળાંક ગણાવતાં, માર્ડએ જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય માત્ર આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા ડૉક્ટર માટ ન્યાય મેળવવાનો નથી. પરંતુ પ્રણાલીગત સુધારા, જવાબદારી અને સરકારી હેલ્થકેર કર્મચારીઓને માન અપાવવા પાછળનો પણ છે.