રાજ્યની સેલ્ફ-ફાઈનાન્સ્ડ યુનિ.ઓમાં મરાઠી ભાષા વિભાગ ફરજિયાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આર્થિક નબળા વિદ્યાર્થીઓને ફીમાં ૫૦ ટકા માફીની વિચારણા
મુંબઈ - મહારાષ્ટ્રની સેલ્ફ-ફાઈનાન્સ્ડ યુનિવર્સિટીઓમાં મરાઠી ભાષા વિભાગ ફરજિયાત કરવામાં આવશે. ઉડૉ. હોમી ભાભા સ્ટેટ યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઈનાન્સ્ડ યુનિવર્સિટીઓના પ્રાયોજક મંડળના અધ્યક્ષો અને કુલપતિઓ સાથે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીઓને નેક-એનબીએની માન્યતા ઝડપી બનાવવા તથા એનઆઈઆરએફ રેન્કિંગમાં ભાગીદારી વધારવા સૂચના
રાજ્યમાં મરાઠી ભાષાની અસ્મિતા જળવાઈ રહે તે માટે તમામ યુનિવર્સિટીઓમાં પણ મરાઠી વિભાગ ફરજિયાત કરાશે. બેઠક દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નો અમલ, શૈક્ષણિક ગુણવત્તા, વહીવટી કામગીરી અને વિદ્યાર્થીઓના હિત સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઇન્ટર્નશિપ અને ચાર વર્ષીય ડિગ્રી અભ્યાસક્રમના અમલ અંગે યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી લેવામાં આવી હતી. શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે યુનિવર્સિટીઓએ નેક અને એનબીએ માન્યતાની પ્રક્રિયા ઝડપી બનાવવી, તેમજ એનઆઈઆરએફ રેન્કિંગમાં ભાગીદારી વધારવા માટે જરૃરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી તૈયાર કરીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના સંબંધિત પોર્ટલ પર વિદ્યાર્થીઓર્ના રજીસ્ટ્રેશન નિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વધુ તકો મળે તે માટે ૧૦ ટકા વિદ્યાર્થીઓને ૫૦ ટકા ફી માફી આપવાના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.




