શનિવારે બપોરથી મોડી રાત સુધી અનેક લોકલો, એક્સપ્રેસ ટ્રેનો રદ

આટગાંવ પાસે કામગીરીને લીધે ૧૩ કલાકનો બ્લોક
શનિવારે પંચવટી એક્સપ્રેસ અને ધૂળે એક્સપ્રેસ બન્ને દિશામાં રદ કરવામાં
આવી
મુંબઈ - મધ્ય રેલવે દ્વારા થાણે
જિલ્લાના આટગાંવ સ્ટેશન પર નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ ગોઠવવાની કામગીરી
પાર પાડવા માટે શનિવાર અને રવિવાર (૬ જૂન-૭ જૂન) દરમિયાન આસનગાંવ-થાનસીટ વચ્ચે ૧૩
કલાકના બ્લોકની જાહેરાત કરવામાં આવી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્ ાુધારો કરી પ્રવાસીઓની સલામતીને લગતી સુવિધા પૂરી
પાડવાના આશયથી આ બ્લોક અનિવાર્ય હોવાથી ૧૩ કલાકના બ્લોક દરમિયાન અગવડતા સહન કરવાની
વિનંતી રેલવેએ કરી છે. આ બ્લોકની શરૃઆત
શનિવારે બપોરે બે વાગ્યાથી થશે અને રવિવારે મળસ્કે ત્રણ વાગ્યે પૂરો થશે. આ બ્લોક
દરમિયાન બહારગામની ગાડીઓ તેમ જ લોકલ ટ્રેનોની અવરજવર પર અસર થશે.
આટગાંવમાં જૂની પુરાણી સિગ્નલિંગ પેનલને હટાવીને તેની જગ્યાએ અત્યાધુનિક
ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવશે. આ કામગીરી પાર પાડવા જાહેર
કરવામાં આવેલા બ્લોક દરમિયાન મેલ-એક્સપ્રેસ ટ્રેનો તેમ જ સબર્બન લોકલ ટ્રેનો રદ
કરવામાં આવશે,
શોર્ટ ટર્મિનેટ-ઓરિજિનેટ કરવામાં આવશે અથવા સમય બદલવામાં આવશે.
બ્લોક વખતે આસનગાંવ અને કસારા વચ્ચે કોઈ
સબર્બન ટ્રેન નહીં દોડે. અનેક સબર્બન ટ્રેનોને આસનગાંવ, ખડવલી,
ટીટવાલા અને કલ્યાણ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને ત્યાંથી જ
વળતી દિશામાં રવાના કરવામાં આવશે.
શનિવારે છઠ્ઠી જૂને સીએસટી-ધૂળે એક્સપ્રેસ અને ધૂળે-સીએસએમટી એક્સપ્રેસ, સીએસએમટી-મનમાનડ
પંચવટી એક્સપ્રેસ અને મનમાડ-સીએસએમટી પંચવટી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે.
આ સમય દરમિયાન સીએસએમટી-કલ્યાણ મેઇન લાઇન સેક્શનમાં કોઈ મેગાબ્લોક રાખવામાં નહીં
આવે એવી સેન્ટ્રલ રેલવેએ સ્પષ્ટતા કરી છે.









