ઈમારત તૂટવાનો ભયંકર અવાજ આવતાં અનેકે નીચે ઝંપલાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક યુવાન ક્યાંકથી સીડી લઈ આવ્યો તેના કારણે અનેક લોકોના જીવ બચ્યા
મુંબઇ - ભિવંડીમાં થયેલી ભયંકર ઇમારત દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ ગુરુવારે મોડી રાત્રે ચાર માળના કોહીનૂર એપાર્ટમેન્ટનો એક ભાગ તૂટી પડયો તે પહેલા થયેલા જોરદાર અવાજોથી ભયભીત થાડ જીવ બચાવવા ભાગી છૂટયા હતા અને આ ભયાનક ક્ષણો વર્ણવી હતી. આ બાબતે અહીં રહેતા અભય યાદવે માધ્યમોને જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે ભોજન પુરું કર્યા બાદ તેમણે ઇમારતમાંથી જોરદાર અવાજ સાંભળ્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેમણે તરત બહાર ભાગી જવાનો પ્રયાસ કર્યો પણ બચવાનો કોઇ રસ્તો નહોતો તેથી તેઓ પહેલા માળેથી સીધા નીચે કૂદી પડયા હતા જેમાં તેમને પગમાં ફ્રેકચર આવ્યું હતું.
યાદવ ે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ ઘટના બાદ તરત એક સ્થાનિક યુવક ક્યાંકથી સીડી લઇ આવ્યો હતો જેના કારણે ઇમારતની અંદર ફસાયેલા ઘણા લોકો બિલ્ડિંગમાંથી બહાર આવી શક્યા અને તેમના જીવ બચ્યા હતા.
અભય યાદવની જેમ જ દીપક કુમાર પણ ઇમારત ધરાશાયી થવા પહેલાનો જોરદાર અવાજ સાંભળી બહાર આવ્યા હતા. બહાર અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ હતો તેથી જીવ બચાવવા તેઓ પણ પહેલાં માળેથી નીચે કૂદી પડયા હતા.
આ ઘટના બની ત્યારે પાર્કિંગ એરિયાની નજીક રહેલી સંગીતા નામની એક મહિલાએ જણાવ્યું હતું કે તે ઇમારત તૂટી પડતા કાટમાળ હેઠળ ફસાઇ જવાથી માંડ-માંડ બચી હતી. તેણે કહ્યું હતું કે હું પાર્કિંગ એરિયા નીચે ઉભી હતી ત્યારે મેં ઇમારતમાં તિરાડ પડવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. મેં ભાગવાનો પ્રયાસ કર્યો પણ ભાગતી વખતે ઇમારત તૂટી પડી હતી જેમા મને ઇજાઓ થઇ પણ મારો જીવ બચી ગયો હતો.




