Mumbai

70 થી વધુ સાઈકલિસ્ટ એકબીજા સાથે અથડાયા બાદ અનેક ઘાયલ થયા

By GS Team
21 Jan 20262 mins read
70 થી વધુ સાઈકલિસ્ટ એકબીજા સાથે અથડાયા બાદ અનેક ઘાયલ થયા

પુણે ગ્રાન્ડ ચેલેન્જ સાઈકલ ટૂરમાં અકસ્માત

રસ્તાની પહોળાઈ આગળ જતા સાવ સાંકડી અને તીવ્ર વળાંક લેતી હોવાથી દુર્ઘટના ટળી

મુંબઈ -  પુણે જિલ્લામાં યોજાતી પુણે ગ્રાન્ડ ચેલેન્જ સાઈકલ ટૂર'માં આજે સવારે અકસ્માત થયો હતો જેમાં ૭૦થી વધુ સાઈકલિસ્ટ સ્પર્ધકો એક બીજા સાથે અથડાયા બાદ અનેક સ્પર્ધકો ઘાયલ થયા હતા. પુણેના મુળશી તાલુકામાં યોજાયેલ સાઈકલ ટૂરમાં આગળ જતાં રસ્તાની પહોળાઈ સાવવ સાંકડી અને તીવ્ર વળાંક લેતી હોવાથી સ્પર્ધકોને આ વાતની જાણ ન હોવાથી આ દુર્ઘટના બની હતી.


આ ઘટના બાદ જિલ્લા પ્રશાસનના પ્લાનિંગ વગરના આયોજન સામે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ બાબતે વધુ વિગત અનુસાર પુણે જિલ્લા પ્રશાસન દ્વારા આજે સવારે આયોજિત પુણે ગ્રાન્ડ ચેલેન્જ ટૂર મુળશી તાલુકાના કોળવણ રોડ પરથી પસાર થઈ રહી હતી  ત્યારે આગળ જતા રસ્તો સાવ સાંકડો અને તીવ્ર વળાંકવાળો બની ગયો હતો. આ વાતથી અજાણ સાયકલિસ્ચો પૂરઝડપે આ સ્થળે આવી વિમાસણમાં પડી ગયા હતા અને એકદમ પહેલી હરોળમાં આગળ વધી રહેલા સ્પર્ધકોએ ૬૦થી૭૦ કિ.મી.ની ઝડપે કાબૂ ગુમાવ્યો હતો સ સાઈકલ સાથે નીચે પટકાયા હતા. આ દરમિયાનતેમના પાછળથી આવી રહેલ તમામ સ્પર્ધકો નીચે પટકાયેલા  અન્ય સ્પર્ધકો સાથે ભટકાયા હતા અને અથડામણની શ્રૃંખલા રચાઈ હતી જેમાં ૭૦થી વધુ સ્પર્ધકો ટ્રેક છોેડી આસપાસના વિસ્તારમાં ફેંકાઈ ગયા હતા. અથડામણમાં કોઈને ગંભીર ઈજા થઈ નહોતી પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ તમામને ત્યાં જ પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યા હતા અને ૧૫ મિનિટના બ્રેક બાદ આ રેસ ફરી શરૃ કરવામાં આવી હતી.

પુણે જિલ્લા પ્રશાસને આંતરરાષ્ટ્રીય દર્જાની આ સ્પર્ધા આયોજિત કરતી વખતે રસ્તાની સ્થિતિનો કોઈ વિચાર કર્યો નહહીં હોય તેવી ચર્ચાએ જોર પકડયું હતું. આ સિવાય જો સાંકડા રસ્તાની માહિતી પહેલેથી જ સ્પર્ધકોને આપવામાં આવી હોત તો આ દુર્ઘટના ટાળી શકાઈ હોત તેવી પ્રતિક્રિયા ખેલ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી.