મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુધીર મિશ્રા લાંબા સમય બાદ ફીચર ફિલ્મ બનાવશે
અનુભવ સિંહા આ ફિલ્મ પ્રોડયૂસ કરશે, સૌરભ શુક્લા પણ સહકલાકાર હશે
મુંબઈ - વિખ્યાત ફિલ્મ નિર્દેશક સુધીર મિશ્રાની આગામી ફિલ્મમાં મનોજ બાજપેયી મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું નિર્માણ અનુભવ સિંહા અને નરેન્દ્ર હિરાવત બનારસ મિડિયા વર્ક્સ દ્વારા કરી રહ્યા છે. આ ફિલ્મમાં બે તદ્દન નિરાળી શૈલી ધરાવતાં નિર્દેશકો સાથે કામ કરશે. સુધીર મિશ્રા લાંબા સમય બાદ ફિચર ફિલ્મનું નિર્દેશન કરશે.
આ ફિલ્મમાં મનોજ બાજપેયી મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવશે અને તેની સાથે સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મનોજ બાજપેયીએ તાજેતરમાં ઓટીટી પર રિલિઝ થયેલી 'ગવર્નર' ફિલ્મમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તત્કાલીન ગવર્નરની ભૂમિકા ભજવી છે.
સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે આઝાદી સમયે મહાત્મા ગાંધીએ સત્તાના કેન્દ્ર નવી દિલ્હીથી દૂર ૨૧ દિવસ ગાળ્યા હતા. આ તબક્કામાં તેમનામાં એક નેતા તરીકે થયેલું પરિવર્તન આ ફિલ્મનો વિષય છે. મહાત્મા ગાંધીએ આ સમયગાળામાં શું કર્યું તે ઇતિહાસના પાનાંઓમાં નોંધાયેલું છે પણ સપાટીની નીચે અંગત સ્તરે શું થઇ રહ્યું હતું તે આ ફિલ્મનો વિષય છે.




