મનીષા હવાલદારે 20થી 25 હજાર લઈ નીટના પ્રશ્નો વિદ્યાર્થીઓને આપ્યા

મનીષા
હવાલદારને દિલ્હી લઈ જઈ પૂછપરછ કરાશે
સ્કૂલ
પ્રિન્સિપાલ મનીષા હવાલદારે બોટની લેક્ચરર
મનીષા મેંઢરેની સહાયથી ફિઝિક્સ પેપરના પ્રશ્નોની હસ્તલેખિત નોટ તૈયાર કરી
મુંબઈ -
નીટ-યુજી પેપર લીક કેસ સંબંધે પકડાયેલા પુણે સ્કૂલના
પ્રિન્સિપાલે પરીક્ષા સંબંધી પ્રશ્નોે અને સાહિત્ય કેટલાંક વિદ્યાર્થીઓને આર્થિક
લાભના બદલામાં આપ્યા હોવાનું સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું.
પ્રિન્સિપાલ
મનિષા સંજય હવાલદારના રિમાન્ડ માગતી વખતે એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું કે મનીષા હવાલદાર પેપર લીક
કરવામાં વધુ એક માધ્યમરુપ બન્યાં હતાં.
સીબીઆઈએ શુક્રવારે હવાલદારની ધરપકડ કરી હતી. શેઠ
હીરાલાલ સરાફ પ્રશાલાના પ્રિન્સિપાલ હવાલદાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ
અંડરગ્રેજ્યુએટ (નીટ યુજી)-૨ ૦૨૬ માટે ફિઝિક્સ માટે ટ્રાન્સલેટરોની પેનલમાં કામ
કરતા હતા.ધરપકડને પગલે પુણે કોર્ટમાંરજૂ કરાયા હતા અને તેઓ હાલ ટ્રાન્સિટ રિમાન્ડ
પર છે. તેમને હવે દિલ્હી કોર્ટમાં હાજર કરાય એવી શક્યતા છે.
હાલ કસ્ટડીમાં રહેલા બોટની ટીચર મનિષા મેંઢરે
સાથે મળીને હવાલદારે કથિત રીતે નીટ સંબંધી પ્રશ્નો અને સાહિત્ય કેટલાંક વિદ્યાર્થીઆને
પૈસા લઈને આપ્યા હોવાનો આરોપ છે.
સીબીઆઈએ
કોર્ટને જણાવ્યું હતું કે નીટ સંબંધી પ્રશ્નો ધરાવતી હસ્ત લેખિત નોંધ તૈયાર કરાઈ હતી
અને હવાલદારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અસાઈનમેન્ટ દરમ્યાન જાળવી રાખી હતી. વોટ્સ
એપ અને પ્રિન્ટઆઉટ દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નો જણાવવા આ ગુપ્ત સાહિત્યનો ઉપયોગ થયો
હતો.
નીટ-યુજી
૨૦૨૬માના ફિઝિક્સના પ્રશ્નો શેર કર્યાનું
હવાલદારે કબૂલ્યું હતું. આ પ્રશ્નો તેમણે એક વિદ્યાર્થી અને મનિષા મેંઢરે સાથે મળીને ટ્રાન્સલેટ કર્યા હતા.
મેંઢરે પુણેની મોડર્ન કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના બોટની લેક્ચરર હતા.
એક
વિદ્યાર્થી પાસેથી ૨૦ હજાર અને અન્ય પાસેથી પચ્ચીસ હજારની રકમ વસૂલાઈ હતી. હવાલદારે મેંઢરે સાથેના
કથિત બધા ચેટિંગ કાઢી નાખ્યા હતા અને નોટ્સ પણ બાળી નાખી હતી.









