Mumbai

સૂર્યાસ્તના ફોટા લેવા જતાં ઊંડી ખીણમાં પટકાયેલો યુવક 2.30 કલાક સુધીબેભાન

By GS Team
7 May 20261 min read
સૂર્યાસ્તના ફોટા લેવા જતાં   ઊંડી ખીણમાં પટકાયેલો યુવક 2.30 કલાક સુધીબેભાન

પુણેના સિંહગઢ કિલ્લા પર યુવકે સંતુલન ગુમાવ્યું

ભાનમાં આવ્યા બાદ   કોલ કર્યોઃ રાતનાં અંધારામાં  ખીણમાં ઉતરી દિલધડક રેસ્ક્ય

મુંબઈ  -  પુણેના સિંહગઢ કિલ્લામાં હવા પોઈન્ટ  ખાતે ૩૫ વર્ષીય યુવક ખીણની ધાર  ઉભીને  સૂર્યાસ્તના ફોટા લેવા જતાં  પટકાયેલા યુવકને રાતનાં અંધારામાં રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.  

વિગત મુજબ, શિરુરનો રહેવાસી ૩૫ વર્ષીય યોગેશ શિતોલે સિંહગઢ કિલ્લામાં મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યાથી પાંચ વાગ્યાની આસપાસ  હવા પોઈન્ટ  ખાતે સૂર્યાસ્તના ફોટા લેવા ગયો હતો.

ત્યાંથી  ઊંડી ખીણમાં પટકાતાં તે બે-અઢી કલાક સુધઈ બેશુદ્ધ રહ્યો હતો. આખરે  ૭.૩૦ વાગ્યાની આસપાસ તેણે હિંમત કરીને ઈમરજન્સી નંબર પર સંપર્ક કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસક્યુ ટીમોે રાતનાં  અંધારામાં પણ યોગેશ શિતોલેને શોધી કાઢયો હતો . તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.