રેપ બાદ પીડિતા સહિત 4 ભાઈબહેનોની હત્યાના દોષિતને ડબલ ફાંસીની સજા

રેપ
અને હત્યા એમ બંને કેસમાં ફાંસીની બેવડી
સજા અપાઈ
ભાઈના
જ મિત્રએ ૧૩ વર્ષની તરુણી પર રેપ કર્યો
તેને તથા છોડાવવા વચ્ચે પડેલાં ૮,૯ અને ચાર વર્ષનાં ભાંડરડાંને પણ કુહાડીથી રહેંસી નાખ્યાં
મુંબઈ -
જળગાંવના રાવેર તાલુકામાં બોરખેડા ખાતે ૧૩ વર્ષની સગીરા પર
બળાત્કાર કરીને તેની હત્યા કર્યા બાદ તેના ત્રણ નાના ભાઈ-બહેનોે (૪,૮ અને નવ વર્ષ)ની પણ હત્યા કરી નાખવાના કેસમાં ભુસાવળ સેશન્સ કોર્ટે આરોપી
મગેન્દ્ર બારેલાને હત્યા અને બળાત્કાર એમ બંને કેસમાં ફાંસીની બેવડી સજા સંભળાવી
છે.
૧૫
ઓક્ટોબર ૨૦૨૦માં બનેલી આ ઘટના સંબંધી કેસ ફાસ્ટ કોર્ટના વિશેષ જજ એસ. આર. યાદવે
ચલાવ્યો હતો અને ચુકાદામાં આ ગુનો જવલ્લે જ બને એવો અત્યંત ક્રૂર પ્રકારનો હોવાનું
નોંધ્યું હતું.
ઘટના
સમયે મૃતકોના માતાપિતા અને મોટો ભાઈ કોઈકના અંતિમ સંસ્કારમાં ગયા હતા. એ વખતે
મોટાભાઈના નિકટવર્તી મિત્ર આરોપીએ તેમના ઘરમાં આશ્રય માગ્યો હતો. ભાઈનો મિત્ર
હોવાથી વિશ્વાસ કરીને ચારેય જણે તેને ઘરમાં આશ્રય આપ્યો હતો. આરોપીએ વિશ્વાસઘાત કરીને સગીરા પર બળાત્કાર
ગુજાર્યો હતો અને વિરોધ કરી રહેલા ચારેય ભાંડેડા પર કુહાડીથી માથા પર અને ગરદન પર
ઉપરા ઉપરી પ્રહાર કરીને તેમની પણ હત્યા કરી નાખી હતી. મૃતકોમાં ૧૩ વર્ષની સગીરા
ઉપરાંત આઠ અને નવવર્ષના બે ભાઈઓ અને ચાર વર્ષની સૌથી નાની બહેનનો સમાવેશ થતો હતો.
બાદમાં ઘરમાં ચારેય જણના લોહીલુહાણ શબ મળી આવ્યા હતા.
સગીરા
પર બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ હતી અને તેના ત્રણ નાના ભાઈઓની પણ નિર્દયતાથી હત્યા
કરાઈ હતી. સરકારી પક્ષે કઠોર શિક્ષાની માગણી કરી હતી. તબીબી અને પરિસ્થિતિજન્ય પુરાવાના
આધારે ગુનો સિદ્ધ કરવામાં આવ્યો હતો.




