સાયબર ફ્રોડના 3 હજાર કેસોમાં વપરાયેલી એપીકે ફાઈલો બનાવનારો ઝડપાયો

દિલહીના
વિદ્યાર્થીની ફાઈલો દ્વારા ૪૨ કરોડના ફ્રોડ થયો
સાજીદ
અલીની ડિવાઈસીસમાંથી ૨૫૭ એપીકે ફાઈલો મળી, અન્ય ગુનેગારોને વેચતો હતો
મુંબઇ -
મુંબઇ પોલીસની પશ્ચિમ સાયબર પોલીસે એપીકે (એન્ડ્રોઇડ પેકેજ
કીટ) ફાઇલ સાયબર છેતરપિંડીના કેસમાં કથિત ભૂમિકા બદલ ૨૪ વર્ષીય દિલ્હી નિવાસી
સાજીદ અલીની ધરપકડ કરી છે.
આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે સાજિદ અલીએ
એપીકે ફાઇલો તૈયાર કરી હતી જેનો ઉપયોગ ઘણા સાયબર ગુનાઓમાં થયો હતો. તપાસ અધિકારીઓએ
ધરપકડ કરાયેલા આરોપીની વિવિધ ડિવાઇસમાંથી ૨૫૭ એપીકે ફાઇલો મળી આવી હતી. સાજીદ
કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં માસ્ટર્સનો વિદ્યાર્થી છે.
આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાજીદે
૧૦૦થી વધુ એપીકે ફાઇલો તૈયાર કરી હતી. જે તેણે
સાયબર ફ્રોડમાં ઝડપાયેલા અન્ય
આરોપીઓને વેચી દીધી હતી. આ ફાઇલો પોલીસને તેના લેપટોપમાંથી મળી આવી હતી. સાજીદના
લેપટોપમાંથી મેળવેલ ડેટા નેશનલ સાયબર ક્રાઇમ રિપોટિંગ પોર્ટલ (એનસીસીઆરપી)માં
નોંધાયેલી લગભગ ત્રણ હજાર ફરિયાદો સાથે મેળ ખાય છે. આ કેસોમાં સામેલ રકમ અંદાજે ૪૨ કરોડ રૃપિયા જેટલી
થાય છે. આ બધા આરોપીઓ મુંબઇમાં દાખલ થયેલી
લગભગ ૬૦ એફઆઇઆરમાં સંડોવાયેલા છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ પહેલા સાયબર પોલીસની એક ટીમે ઉચ્ચાધિકારીઓના
માર્ગદર્શન હેઠળ બનેલી ટીમે એપ્રિલ મહિનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમા
આરીફ અંસારી (૨૮) મહેબૂબ આલમ (૨૬) અને બિલાલ શેખ (૨૮)નો સમાવેશ થતો હતો. આ બધા
ઝારખંડના ગિરિડીહ જિલ્લાના રહેવાસી હતી. અંસારી ફક્ત દસમુ ધોરણ ભણ્યો છે. જ્યારે આલમ
અને શેખ આઠમા ધોરણ સુધી જ ભણ્યા હતા.
અંસારી એક રેસ્ટોરંટમાં કામ કરતો હતો જ્યારે આલમ
રસોઇયા તરીકે અને શેખ ઓટો ચલાવવાનું કામ કરતો હતો. સાજીદ વેબ ડેવલપર છે તેણે એક જાહેરાત પોસ્ટ કરી હતી જેમાં તેણે
વેબસાઇટ કે મોબાઇલ એપ બનાવી આપશે તેવું જણાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર આ
જાહેરાત વાંચી અંસારીએ બે વર્ષ પહેલાં તેનો સંપર્ક કર્યો હતો.




