Mumbai

મહારાષ્ટ્ર 'સેટ' પરીક્ષા 26મી જુલાઈએ લેવાશે

By GS Team
29 May 20261 min read
મહારાષ્ટ્ર 'સેટ' પરીક્ષા 26મી જુલાઈએ લેવાશે

બીજી જૂનથી રજીસ્ટ્રેશન શરુ થશે

પુણે યુનિવર્સિટી દ્વારા મહારાષ્ટ્ર અને ગોવા માટે ૪૧મી વાર પરીક્ષાનું આયોજન થશે

મુંબઈસાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી દ્વારા પ્રાધ્યાપક પદની ભરતી માટે યોજાતી રાજ્ય સ્તરીય પાત્રતા પરીક્ષા (સેટ) ૨૬ જુલાઈના રોજ લેવાશે. આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા બીજી જૂનથી શરુ થશે. ઉમેદવારો ૧૬ જૂન સુધી નિયમિત ફી સાથે અરજી કરી શકશે. 

આ  પરીક્ષા મુંબઈ, પુણે, સોલાપુર, અહિલ્યાનગર, નાસિક, ધુળે, જળગાંવ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, અમરાવતી, નાગપુર, ચંદ્રપુર, ગઢચિરોલી, રત્નાગિરી, પરભણી, નંદુરબાર અને પણજી (ગોવા)ના કેન્દ્રોએ યોજાશે. વિદ્યાર્થીઓએ સેટ માટેની અધિકૃત વેબસાઈટ પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.૧૬ જૂનની સાંજે છ વાગ્યા સુધી રેગ્યુલર ફી સાથે તો ૧૭ થી ૧૯ જૂન દરમ્યાન વિલંબિત ફી સાથે અરજી કરી શકાશે.

રાજ્યની કૉલેજો, યુનિવર્સિટીઓમાં આસિસ્ટંટ પ્રોફેસરના પદ માટે આ પરીક્ષા મહત્ત્વની હોય છે. પુણે યુનિવર્સિટી દ્વારા આગામી ૪૧મી સેટ પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ પણ જાહેર કરાયું છે. આ પરીક્ષામાં ઓપન કેટેગરીની ફી ૮૦૦ રુપિયા તો વિલંબિત ફી ૧૩૦૦ રુપિયા હશે. જ્યારે અન્ય રિઝર્વ કેટેગરી માટે નિયમિત ફી ૬૫૦ અને વિલંબિત ફી ૧૧૫૦ રુપિયા રખાઈ છે.