Mumbai

મહારાષ્ટ્ર બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર થશે

By GS Team
8 May 20261 min read
મહારાષ્ટ્ર બોર્ડનું ધો.10નું પરિણામ આજે જાહેર થશે

15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 

ગત વર્ષની સરખામણીએ પાંચ દિવસ વહેલું પરિણામઃ બપોરે એક વાગ્યાથી ઉપલબ્ધ થશે

મુંબઇમહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ શુક્રવારે આઠમી મેના રોજ જાહેર કરવામાં આવશે. બપોરે એક વાગ્યે આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ ચેક કરી શકશે.

સ્ટેટ બોર્ડના  અધિકારીએ પરિપત્રક દ્વારા માહિતી આપી છે કે, સ્ટેટ બોર્ડના તમામ નવ વિભાગીય મંડળો દ્વારા ફેબુ્રઆરી-માર્ચમાં ધો.૧૦ની પરીક્ષા ૨૦ ફેબુ્રઆરીથી ૧૮ માર્ચ દરમ્યાન લેવાઈ હતી.

આ  પરીક્ષા માટે ૮,૬૫,૭૪૦ વિદ્યાર્થી, ,૪૯,૭૩૬ વિદ્યાર્થિની અને ૧૫  તૃતીયપંથી વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રાજ્યની કુલ ૨૩,૬૮૩ સ્કૂલોના વિદ્યાર્થીઓની કુલ ૫,૧૧૧ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.

ગયા  વર્ષે ધો.૧૦નું પરિણામ ૧૩ મેના રોજ જાહેર કરાયું હતું. આથી ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામ પાંચથી છ દિવસ વહેલું જાહેર થઈ રહ્યું છે.