મહાદેવ એપના સૌરભ ચંદ્રાકરના પ્રત્યાર્પણમાં વિલંબની સંભાવના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારત સાથે યુએઈની પણ પ્રત્યાર્પણની વિનંતી
યુએઈની વિનંતી પર ઓમાનના નિર્ણયની રાહ જોવી પપડશેઃ નકલી પાસપોર્ટ દ્વારા યુએઈથી ઓમાન ભાગ્યો છે
મુંબઇ - છ હજાર કરોડ રૃપિયાના મહાદેવ ઓનલાઇન જુગાર રેકેટના માસ્ટર માઇન્ડ સૌરભ ચંદ્રાકરનું પ્રત્યાર્પણ કરવાના ભારતના પ્રયાસમાં મોટો અવરોધ આવ્યો છે. એજન્સીઓને જાણવા મળ્યું છે કે યુએઇએ પણ તેના ટ્રાન્સફર માટે ઓમાનને પ્રત્યાર્પણ વિનંતી મોકલી છે, એવું આ ઘટનાક્રમથી પરિચિત લોકોએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ે ભારત ઓમાનમાં પ્રત્યાર્પણ કેસ જીતી જાય તો પણ તેને ભારત લાવવામાં વિલંબ થઇ શકે છે કારણ કે નવી દિલ્હીએ યુએઇની વિનંતી પર ઓમાનના નિર્ણયની રાહ જોવી પડશે.
ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધારે જૂનના ગયા અઠવાડિયામાં રોયલ ઓમાન પોલીસે મસ્કતમાં ચંદ્રાકરની ધરપકડ કરી હતી. ત્યારથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) બંને ચંદ્રાકરના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તે ૨૦૧૯થી યુએઇમાં છુપાયેલો હતો. ત્યાંથી આ વર્ષે અપ્રિલમાં નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓમાન ભાગી ગયો હતો.
આ બાબતે એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે યુએઇના અધિકારીઓએ પણ કેટલાક અજાણ્યા આરોપોમાં ચંદ્રાકરના પ્રત્યાર્પણની વિનંતી ઓમાનને મોકલી છે જેના વિશે અમને ખબર નથી. અમે રાજદ્વારી ચેનલો દ્વારા ઓમાની અધિકારીઓના નિયમિત સંપર્કમાં છીએ પરંતુ આ નવીનતમ ઘટનાક્રમ તેને વહેલા મેળવવાના અમારા પ્રયાસોને વિલંબીત કરી શકે છે. અધિકારીઓએ એવી શંકા વ્યક્ત કરી હતી કે ચંદ્રાકરે પોતાના સાથીઓ દ્વારા યુએઇમાં પોતાની વિરુદ્ધ ખોટો કેસ નોંધાવ્યો હશે, જે હવે અબુધાબીની પ્રત્યાર્પણ વિનંતીમાં ટાંકવામાં આવ્યો છે. દુબઇ ભાગી ગયા પછી તેને પાછો લાવવા બે વાર પ્રત્યાર્પણ વિનંતીઓ મોકલવામાં આવી હતી પરંતુ તે સફળ થઇ નહોતી.
હકિકતમાં તેને ૨૦૨૪માં દુબઇમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને છોડી દેવામાં આવ્યો હતો.




