મહાબળેશ્વરનો વિલ્સન પોઈન્ટ સૂર્યાસ્ત પછી બંધ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂસન્સ વધી ગયાની અનેક ફરિયાદો
દારુ પાર્ટીના કિસ્સા વધતાં અનિચ્છનીય ઘટનાઓ ટાળવા પ્રશાસનનો નિર્ણય
મુંબઈ - મહાબળેશ્વરન ા પ્રખ્યાત વિલ્સન પોઇન્ટ (સનરાઇઝ પોઇન્ટ)ને હવે સૂર્યાસ્ત પછી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય સ્થાનિક વહીવટીતંત્રે લીધો છે. વહીવટીતંત્રનું માનવું છે કે રાત્રિના સમયે સુરક્ષા જાળવવા અને સ્થળની સ્વચ્છતા જાળવવા માટે આ નિર્ણય જરૃરી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, સૂર્યાસ્ત બાદ કોઈપણ વ્યક્તિને વિલ્સન પોઇન્ટ પર રોકાવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રવાસીઓની વધતી ભીડ વચ્ચે સ્થળ પર ગંદકી, નિયમભંગ અને કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિઓની ફરિયાદો વધતાં આ પગલું ભરવામાં આવ્યું છે. અહીં દારુ પીને તેની કાચની બાટલીઓ ફોડવામાં આવે છે. જે ઘણીવાર મોર્નિંગ વોકર્સને વાગતી હોય છે. આથી હવે આ સ્થળ પર ગંદકી ફેલાવનાર અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે જેથી પ્રવાસન સ્થળનું સૌંદર્ય અને પર્યાવરણ જળવાઈ રહે.
વિલ્સન પોઇન્ટ મહાબળેશ્વરનું સૌથી ઊંચું સ્થળ માનવામાં આવે છે અને અહીંથી સૂર્યોદય તથા સૂર્યાસ્ત બંનેના મનમોહક દ્રશ્યો જોવા મળે છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત લેતાં હોવાથી સુરક્ષા અને મેનેજમેન્ટના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે પ્રવાસીઓને નવા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.




