Mumbai

માધુરીએ ૧.૯૪ કરોડમાં લીધેલો ફલેટ ૧૪ વર્ષે ૪.૪ કરોડમાં વેચ્યો

By GS Team
5 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી માધુરી દીક્ષિતે રિયલ એસ્ટેટમાં રોકાણથી સારું વળતર મેળવ્યું છે. તાજેતરમાં, તેમણે જુહુમાં આવેલો પોતાનો 774 ચોરસ ફૂટનો ફ્લેટ 4.40 કરોડ રૂપિયામાં વેચ્યો છે, જે 14 વર્ષ પહેલા 1.94 કરોડમાં ખરીદ્યો હતો. છેલ્લા 8 મહિનામાં, માધુરીએ 2 ફ્લેટ અને 1 ઓફિસ પણ વેચીને કરોડોનો નફો કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માધુરીએ ૧.૯૪ કરોડમાં લીધેલો ફલેટ ૧૪ વર્ષે ૪.૪ કરોડમાં વેચ્યો

માધુરીને રિયલ એસ્ટેટમાં રોકાણ ફળ્યું   

માધુરીએ  છેલ્લા આઠ મહિનામાં બે ફલેટ અને એક ઓફિસ પણ વેચી દીધાં                 

મુંબઈ -  મુંબઇમાં ટોચના ફિલ્મ સ્ટાર્સે તેમની બેફામ કમાણી રિઅલ એસ્ટેટમાં રોકી સારું વળતર રળી લે છે. માધુરી દિક્ષિત અને તેના પતિ શ્રીરામ નેનેએ મુંબઈનાં જુહૂમાં આવેલો તેમનો ફલેટ ૪.૪૦ કરોડ રૃપિયામાં વેચી દીધો  છે. માધુરીએ આ ફલેટ ૧૪ વર્ષ અગાઉ ૪ જુન ૨૦૧૨માં તેના પતિ શ્રીરામ નેને સાથે મળી ૧.૯૪ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો.

જેવીપીડી સ્કીમમાં મિલીટરી રોડ પર આવેલા આ ફલેટનો એરિયા ૭૭૪ ચોરસ ફૂટ છે. ત્રણ જુલાઇએ આ સોદો રજિસ્ટર્ડ થયો હતો. આ ફલેટ ખરીદનારે ૨૬.૪૦ લાખ રૃપિયા સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૃપિયા રજિસ્ટ્રેશન ફી ભરી હતી.

રસપ્રદ બાબત એ છે કે માધુરી દિક્ષિતે છેલ્લા આઠ મહિનામાં બે ફલેટ અને એક ઓફિસ પણ વેચી કાઢી છે. ડિસેમ્બર ૨૦૨૫માં માધુરી દિક્ષિત અને તેના પતિ શ્રીરામ નેનેએ આ જ બિલ્ડિંગમાંઆવેલો ફલેટ ૩.૯૦ કરોડ રૃપિયામાં વેચી  નાંખ્યો હતો. જે તેણે તેર વર્ષ અગાઉ ૧.૯૫ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. આ જ રીતે અંધેરી વેસ્ટમાં આવેલી કમર્શિયલ ઓફિસ ૧૮ વર્ષ પછી ૪.૮૫ કરોડ રૃપિયામાં વેચી મારી હતી. જે તેણે ૫૨.૫ લાખ રૃપિયામાં ખરીદી હતી.