૧૮ વર્ષથી નાની તરુણી સાથે સંમતિથી સંબંધ છતાં પ્રેમીને ૨૦ વર્ષની કેદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીડિતા સગીર હોવાથી બળાત્કાર માટે દોષિત ઠેરવાયો
અદાલતની ચોખ્ખી વાતઃ ૧૮ વર્ષથી ઓછી વય હોય તો તરુણી સંમત હતી કે નહિ તે ધ્યાને લેવાતું નથી, એ બળાત્કાર જ ગણાય
થાણે - થાણેની એક વિશેષ કોર્ટે ૨૦૨૨ માં એક સગીરા પર વારંવાર બળાત્કાર બદલ ૩૦ વર્ષીય પુરુષને ૨૦ વર્ષની સખત કેદ (આરઆઈ)ની સજા ફટકારી છે . અદાલતે નોંધ્યું હતું કે કાયદા પ્રમાણે પીડિતા સગીર હોય તેવા કિસ્સામાં તેની સંમતિ હતી કે નહીં તે બાબત ધ્યાને લેવાતી નથી. આરોપી અને પીડિતા વચ્ચે પ્રેમ સંબંધ હતો તેવી બચાવ પક્ષની દલીલ અદાલતે ફગાવી હતી.
સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ પ્રેમલ વિઠલાનીએ સોમવારે ધનેશ્વર ઉર્ફે ધુળેશ્વર પુજીયાલાલ કલાસુવાને વારંવાર બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
જોકે, કોર્ટે કલાસુવાને અપહરણના આરોપોમાંથી મુક્ત કરી દીધો અને નોંધ્યું કે પીડિતા લગ્ન કરવા અને તેના પરિવારથી બચવા માટે સ્વેચ્છાએ તેની સાથે રાજસ્થાનના તેના વતન ગામમાં ગઈ હતી, જેના કારણે કાયદેસર પાલકની કસ્ટડીમાંથી બળજબરીથી લઈ જવાઈ હોવાનું કાનુની દ્રષ્ટિએ પુરવાર થતું નથી.
ન્યાયાધીશે કલાસુવા પર ૫,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે પીડિતાને વળતર તરીકે ચૂકવવામાં આવશે. ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે સાત સાક્ષીઓની તપાસ કરી હતી.
જુલાઈ ૨૦૨૨માં કપૂરબાવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. માજીવાડામાં આરોપીના ચાના સ્ટોલની બાજુમાં ફણગાવેલા ફળો વેચતી પીડિતાએ તેની માતાને આરોપી સાથે સંબંધની જાણ કરી હતી. આરોપીએ જૂન ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ ની વચ્ચે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
સગીરા અને આરોપી (૨૬ વર્ષ) રાજસ્થાનમાં તેના વતન ગામ ભાગી ગયા હતા. સગીરાના પાછા ફર્યા પછી, તબીબી તપાસમાં પુષ્ટિ મળી કે તે ૨૦ અઠવાડિયાની ગર્ભવતી હતી. ત્યારબાદ થાણેની સિવિલ હોસ્પિટલમાં તેનો ગર્ભપાત કરાવાયો હતો. ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ડીએનએ પ્રોફાઇલિંગમાં આરોપી પિતા તરીકે સ્થાપિત થયો હતો.
કોર્ટે બચાવ પક્ષના સહમતિથી પ્રેમ સંબંધના દલીલને નકારી કાઢતાં કહ્યું હતું કે આઈપીસીની કલમ ૩૭૫ દર્શાવે છે કે છોકરી ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોય, તો પણ જો તેની સંમતિથી જાતીય સંભોગ કરવામાં આવે, તો તે બળાત્કાર ગણાશે. તેવી જ રીતે, પોક્સો એક્ટ હેઠળ, જ્યારે પીડિતા ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હોય, ત્યારે જાતીય સંભોગ માટે તેની સંમતિ મહત્વની નથી. એકવાર તે સ્થાપિત થઈ જાય કે પીડિતા સગીર હતી, તો પીડિતાની સંમતિ ધ્યાને લેવાતી નથી,એમ કોર્ટે અવલોકન કર્યું હતું.
બચાવ પક્ષના વકીલે સંમતિથી થયેલા સંબંધ અને આરોપીની નબળી આથક સ્થિતિને ટાંકીને ઓછામાં ઓછી સજાની વિનંતી કરી હતી.




