કંગનાની ક્વિન ટુ વિશે કાનૂની વિવાદઃ ૨૫૦ કરોડનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બૌદ્ધિક સંપદાના ગેરકાયદે ઉપયોગનો વિવાદ
વાદ પહેલાં જ ફિલ્મનુ મોટાભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે
મુંબઈ - કંગના રનૌત વિના જેની કલ્પના ન થઇ શકે તે આગામી ફિલ્મ 'ક્વિન ટુ 'ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના મામલે કાનુની વિવાદમાં ફસાઇ છે. ફેન્ટમ સ્ટુડિયોએ જિયો સ્ટાર સામે અદાલતમાં કેસ કરી જણાવ્યું છે કે 'ક્વિન' ફિલ્મના ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે બૌદ્ધિક સંપદા અધિકારોનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેસમાં ૨૫૦ કરોડ રૃપિયાની નુકશાની પણ માંગવામાં આવી છે.
વિવાદના કેન્દ્રમાં ફ્રેન્ચાઇઝીની માલિકીનો અને આ ફિલ્મની સિક્વલ બનાવી તેનો વેપારી ઉપયોગ કરવાનો અધિકાર છે. મૂળ ફિલ્મ 'ક્વિન'ના એક નિર્માતા તરીકે ફેન્ટમ સ્ટુડિયો પાસે તેના અધિકારો હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું હોવાની તસવીરો કંગનાએ તાજેતરમાં શેર કરી હતી.
વિકાસ બહેલ નિર્દેશિત 'ક્વિન' ૨૦૧૪માં રિલિઝ થઇ હતી અને કંગનાની ભૂમિકાને દર્શકોએ વખાણી હતી. દિલ્હીની એક ભોળી યુવતી વિદેશમાં જઇ કેવી ઘડાય છે તેની વાત યુવા પેઢીને ગમી જતાં આ ફિલ્મ કોઇ સ્ટાર વિના પણ હીટ પુરવાર થઇ હતી. સ્વાભાવિક રીતે જ 'ક્વિન'ની સફળતાનો લાભ તેની સિક્વલને મળે. હવે 'ક્વિન ટ'ુ બને એ પહેલાં આ કાનુની વિવાદનો ઉકેલ લાવવો પડશે.









