મુંબઈ યુનિ.માં યુજી, પીજીના પ્રવેશ માટે હવે ૧૨મી સુધીની આખરી તક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અનેક વિદ્યાર્થી વંચિત રહી ગયા હતા
વિદ્યાર્થીઓનીમાંગ અને ટેક્નિકલ ખામીને લીધે ફરી મુદ્દત લંબાવાઈ
મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીએ સ્નાતક (યુજી), અનુસ્નાતક (પીજી) અને ચાર વર્ષીય ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અંતિમ તારીખમાં વધારો કર્યો છે. યુનિવર્સિટીના પરિપત્ર અનુસાર હવે વિદ્યાર્થીઓ ૧૨ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ અરજી પૂર્ણ કરી શક્યા નહોતા અને ટેક્નિકલ અડચણો તેમજ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મુદતવધારો યુજી, પીજી તેમજ ચાર વર્ષીય ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અંતિમ તક ગણાશે. વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની સત્તાવાર એડમિશન પોર્ટલ મારફતે અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે પ્રવેશ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ ઉમેદવારોએ ૧૨ ઓગસ્ટ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૃરી રહેશે.
મુંબઈ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ થતી ભીડ અને ટેક્નિકલ સમસ્યાઓથી બચવા માટે વહેલી તકે અરજી કરવાની અપીલ કરી છે. પ્રવેશ સંબંધિત તમામ વિગતો અને જરૃરી સૂચનાઓ સત્તાવાર પરિપત્રકમાં આપવામાં આવી છે. આ મુદતવધારાથી હજુ સુધી અરજી ન કરી શકેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવાની વધુ એક તક ઉપલબ્ધ થઈ છે.









