આરોપી એમપીએસસી અધિકારીએ ખાડીમાં ફેંકેલું લેપટોપ મળી આવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લેપટોપમાંથી ડેટા મેળવવા પોલીસના પ્રયાસ ઃ કોર્ટમાં હાજર કરાતાં ઋતુજા રડમસ થઈ ગઈ
મુંબઈ - એમપીએસસી દ્વારા લેવાયેલી ડ્રગ ઈન્સ્પેક્ટરની પરીક્ષાના પેપર લીક કેસમાં પકડાયેલી ટોપની રેન્કર ઋતુજા પાટીલને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ અપાયા છે જ્યારે અન્ય આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ અપાયા છે. ઋતુજાની નંદુરબારથી ધરપકડ કરાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરાઈ હતી. .
એમપીએસસી ડ્રગ ઇન્સ્પેક્ટર પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા તમામ સાત આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયે પોલીસે સાત દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. દરમિયાન, પોલીસે ધરપકડ કર્યા બાદ આજે ઋતુજા પાટિલને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તે રડમસ થઈ ગઈ હતી.
ગુનાના આરોપી એમપીઅસેસી અધિકારી વિશ્વેશર નકાતેએે ગુનામાં વપરાયેલ લેપટોપ ખાડીમાં ફેંકી દીધુંહતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લેપટોપ નાળામાં ફેંકી દીધું હતું. પોલીસે દાવો કર્યો છે કે નકાતેએ આ લેપટોપ પર તમામ ૨૯૪ પ્રશ્નો અને તેમના વિકલ્પો રેકોર્ડ કર્યા હતા.
પોલીસને નદીમાં ફેંકવામાં આવેલું લેપટોપ મળી આવ્યું અને આજે કોર્ટને જાણ કરવામાં આવી કે તેમાંથી ડેટા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નંદુરબારમાં કૌટિલ્ય ક્લાસીસના ડિરેક્ટર આરોપી પ્રવીણ પાટિલના ઘરેથી નાણાકીય રેકોર્ડ પણ મળી આવ્યા છે. જોકે, કેટલીક તપાસ હજુ બાકી હોવાથી પોલીસે આરોપીની ૭ દિવસની પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. તપાસ ચાલુ છે અને પોલીસનો મત છે કે આરોપી અને ઋતુજા પાટિલની રૃબરૃ પૂછપરછ કરવી જરૃરી છે. પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી અને અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે. ત્યારબાદ, કોર્ટે આરોપી ઋતુજાને ૩ દિવસની પોલીસ કસ્ટડીમાં અને બાકીના આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
દરમિયાન,આરોપી ગૌરવે પ્રાથમિક માહિતી આપી હતી, અમે કોર્ટને જણાવ્યું હતું કે ઋતુજા પાટીલે ગૌરવને પ્રશ્નો મોકલ્યા હતા. તેમને ૨૦મી તારીખે પ્રશ્ન સમૂહ મળ્યો હતો અને તેમને ખબર નહોતી કે તે એમપીએસસીના પ્રશ્નો છે, આરોપી ગૌરવના વકીલોએ દલીલ કરી હતી.




