Mumbai

કુર્લાનો ઉર્દુ શિક્ષક વ્હાઈટ કોલર વ્યવસાયીઓને કટ્ટરપંથી બનાવતો હતો

By GS TEAM
12 Nov 20251 min read
કુર્લાનો ઉર્દુ શિક્ષક વ્હાઈટ કોલર વ્યવસાયીઓને કટ્ટરપંથી બનાવતો હતો

મુમ્બ્રાના ઘરે દરોડા બાદ ભાળ મળી

શિક્ષકની બીજી પત્નીના ઘરે તપાસઃ બે પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કાગળો જપ્ત

મુંબઇ: મહારાષ્ટ્ર એન્ટી ટેરારિઝમ સ્કવૉડ (એટીએસ)ની ટીમે મુમ્બ્રાનાં કૌસામાં ભાડાના ઘરમાં રહેતા શિક્ષકને ત્યાં દરોડા પાડયા બાદ મહત્વની માહિતી મળી છે. તે દર રવિવારે કુર્લાની એક મસ્જિદમાં ઉર્દૂ શીખવતો હતો. તેમજ શિક્ષિત વાઇટ કોલરને કટ્ટરપંથી બનાવવામાં સામેલ હતો.તે અલ કાયદા  ઈન ઈન્ડિયન સબ કોન્ટિનેન્ટ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. 

એટીએસની ટીમે કુર્લામાં શિક્ષકની બીજી પત્નીના ઘરની પણ તપાસ કરી છે. તે બાળકોને ઉગ્રવાદી વિચારધારાઓ તરફ પ્રેરિત કરી રહ્યો હોવાની શંકા છે.

મીડિયા કર્મીઓ સાથે વાત કરતા શિક્ષકની પત્નીએ દાવો કર્યો કે તેના પરિવારના સભ્યો આ ઘટનાથી માનસિકરીતે આઘાત  પામ્યા હતા.

તેણે દાવો કર્યો હતો કે પોલીસે  તપાસ દરમિયાન બે  પેન ડ્રાઇવ, એક હાર્ડ ડિસ્ક થોડી ચિટ્સ જપ્ત કરી છે.  આ તમામ ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. પુણેના સોફ્ટવેર એન્જિનિયર ઝુબેરની ધરપકડ બાદ તપાસ દરમિયાન પોલીસ આ શિક્ષક સુધી પહોંચી હતી.