ક્રિતીની વિવાદાસ્પદ એડ આખરે પાછી ખેંચી લેવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કંગના અને રાહુલ પણ સામસામે આવી ગયાં હતાં
રિવિલિંગ વસ્ત્રોમાં રક્ષાબંધનની એડથી વિવાદ થયો હતોઃ કંપનીએ જાહેર માફી માગી
મુંબઈ - ક્રિતી સેનોને રક્ષાબંધન જ્વેલરીની એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરી કામ કરતાં મોટો વિવાદ થવાને પગલે જ્વેલરી બ્રાન્ડે તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી આ એડ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. કંપનીએ આ એડથી કોઈની લાગણી ઘવાઈ હોય તો તે માટે જાહેર માફી પણ માગી હતી.
નેટયૂઝર્સએ આ એડ માટે ક્રિતીની આકરી ઝાટકણી કાઢી હતી. એકટ્રેસ અને સાંસદ કંગના રણૌતે પણ ક્રિતીની ટીકા કરતાં કહ્યું હતું કે ભારતીય મહિલાઓ પાસે અનેક પ્રકારના પોશાક ઉપલબ્ધ હોય છે ત્યારે આવા ઉઘાડાં વસ્ત્રોમાં જ તહેવારની એડ બનાવવાની જરાય જરુર ન હતી. બીજી તરફ રાહુલ ગાંધીએ ક્રિતીનો બચાવ કરતાં કહ્યું હતું કે કોઈ સ્ત્રીની વસ્ત્રોની ચોઈસ તેની પોતાની હોવી જોઈએ અને તેના પર બંધનો લાદવાં એ પુરુષસત્તાક સમાજની નિશાની છે.
ક્રિતીની બહેન નુપૂર સહિત કેટલાય ચાહકોએ પણ આ એડનો બચાવ કર્યો હતો.
રક્ષાબંધન જ્વેલરીની એડમાં ક્રિતી સેનોને તેના ભાઇને રાખડી બાંધતી દેખાય છે. પણ પરંપરાગત પહેરવેશને બદલે બ્રા જેવી વેશભૂષા ક્રિતીએ રક્ષાબંધનના તહેવારમાં પહેરી હોઇ નેટીઝન્સ વીફર્યા હતા. હવે આ એડ તમામ પ્લેટફોર્મ પરથી પાછી ખેંચાતાં વિવાદ થાળે પડે તેવી સંભાવના છે.




