Mumbai

રક્ષાબંધનની જાહેરાતમાં અર્ધવસ્ત્રો પહેરતાં ક્રિતી ટ્રોલ થઈ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી ક્રિતી સેનોન રક્ષાબંધનની એક જ્વેલરી એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને સ્કર્ટ પહેરીને ભારે ટ્રોલ થઈ રહી છે. નેટીઝન્સ પૂછી રહ્યા છે કે રક્ષાબંધને બહેન ભાઈ સામે આવાં વસ્ત્રો ન પહેરે, હિન્દુ તહેવારોમાં જ આવું અટકચાળું કેમ? જોકે, તેના ચાહકોએ બચાવ કર્યો કે આ સામાન્ય પહેરવેશ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધનની જાહેરાતમાં અર્ધવસ્ત્રો પહેરતાં ક્રિતી ટ્રોલ થઈ

જોકે, ક્રિતીના ચાહકોએ બચાવ પણ કર્યો

રક્ષા બંધને કોઈ બહેન ભાઈ સામે આવાં વસ્ત્રો પહેરીને ન જાય, હિન્દુ તહેવારોમાં જ અટકચાળું                               

મુંબઈ -  ક્રિતી સેનોને એક જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન નિમિતે રીલિઝ કરાયેલી  એડમાં બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરી કામ કરતાં  તે ભારે ટ્રોલ થઈ રહી છે. જોકે, આ વિવાદ આગળ વધતાં  ક્રિતીના કેટલાક ચાહકો તેની તરફેણમાં પણ આવ્યા છે અને તેમણે જણાવ્યુું છે કે કેટલાય લોકો તહેવાર નિમિત્તે પણ યુવતીઓ પર ડ્રેસ કોડ લાદી રહ્યા છે. ક્રિતીએ પહેર્યું છે તે બહુ કોમન છે અને તેમાં કશું ખોટું નથી.

કેટલાક નેટીઝન્સ સવાલ પૂછી રહ્યા છે કે  પૂજાની થાળી ક્યાં છે? તારા ભાઇની સામે તેં બ્રા શા માટે પહેરી છે? શું આ રક્ષા બંધન છે? તિલક ક્યાં છે? અન્ય એક નેટીઝને જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે કોઇ મહિલા આવો ડ્રેસ ન પહેરે. ક્રિતી તને શરમ આવવી જોઇએ.  કોઈએ એવો પણ સવાલ કર્યો હતો કે બોલિવુડ કલાકારોને કાયમ હિન્દુ તહેવારો સંદર્ભમાં જ આવું અટકચાળું કેમ સૂઝે છે.

બીજી તરફ  ક્રિતીની તરફેણ કરનારા નેટીઝને જણાવ્યું હતું કે તેણે અયોગ્ય કપડાં પહેર્યા નથી. તેનો ડ્રેસ તમારી શાલીનતાની વ્યાખ્યામાં ફીટ થતો નહીં હોય. હું પણ મારા ભાઇ સામે આવો ડ્રેસ પહેરી શકું. જે લોકો ફિલ્મોમાં બિકિની પહેરવા બદલ તેના વખાણ કરતાં થાકતાં નહોતાં એ જ લોકો હવે પોલિસીંગ કરી રહ્યા છે.