Mumbai

પરિવારને જણાવવા કરતા કેતનની હત્યા કરવી વધુ સહેલો રસ્તો હતો

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
પુણેના લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલ હત્યા કેસમાં સિયા ગોયલે ખુલાસો કર્યો કે તે પરિવારને ચેતન સાથેના સંબંધો વિશે જણાવી આઘાત આપવા નહોતી માંગતી. તેથી તેણે કેતનની હત્યા કરી. પોલીસે સિયા અને ચેતનના મોબાઈલ ફોન FSLમાં મોકલ્યા છે. કેતનના પરિવારજનોએ CMને મળી ન્યાયની માંગ કરી છે અને ઉજ્જવલ નિકમ સરકારી વકીલ તરીકે કેસ લડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પરિવારને જણાવવા કરતા કેતનની હત્યા કરવી વધુ સહેલો રસ્તો હતો
  • પુણે હત્યા કેસમાં સિયાનો નવો ખુલાસો
  • ચેતન સાથેના તેના સંબંધો જાહેર કરીને પરિવારને આઘાત આપવા ન હોતી માંગતી
  • કેતનની યાદમાં પૂણેમાં કેન્ડલ માર્ચ
    મુંબઈ : પુણેના લોહગઢ કિલ્લા પર કેતન અગ્રવાલ હત્યા પ્રકરણમાં સિયા ગોયલે પોલીસ પૂછપરછ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. સિયાએ પોલીસને જણાવ્યું હતું કે કેતનને મારી નાખવો તેના પરિવારને ચેતન સાથેના તેના સંબંધો વિશે જણાવવા કરતાંં વધુ સરળ હતું. સિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેણે કેતનને મારી નાખવાનું પસંદ કર્યું કારણ કે તે ચેતન સાથેના તેના સંબંધો જાહેર કરીને તેના પરિવારજનોને આઘાત આપવા નહોતી માંગતી.
    કેતન અગ્રવાહની લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યાના ત્રણ દિવસ પછી ૧૮ જૂને પુણે ગ્રામીણ પોલીસે સિયા અને ચેતન બંનેની ધરપકડ કરી હતી અને આ સમય દરમિયાન આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે તેમની વચ્ચે થયેલા હજારો મેસેજો ડિજિટલ ટ્રેલનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
    તેથી આ મામલે વધુ તપાસ માટે પોલીસે બંને આરોપીઓના મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલ્યા છે. તપાસકર્તાઓને આશા છે કે આઈટી નિષ્ણાતો દ્વારા ડિલીટ કરાયેલા ડેટા અને સંદેશાઓની પુન:પ્રાપ્તિથી મહત્વપૂર્ણ અને આકર્ષક પુરાવા બહાર આવશે, જેનાથી આરોપીઓ સામેનો કેસ મજબૂત બનશે.
    સિયા અને ચેતનની સઘન પૂછપરછ દરમિયાન અનેક ખુલાસોઓ થયા હતા. આ અગાઉ સિયાએ પોલીસને જણાવ્યું હતું કે કેતન વીગ પહેરતો હોવાથી અને બોલતી વખતે કેતનની જીભ અચકાતી હોવાથી તેને તે પસંદ ન હતો. વધુમાં તેણે આજે દાવો કર્યો હતો કે તે પરિવારને ચેતન સાથેના તેના સંબંધ વિશે જાણ કરીને આઘાત આપવા માંગતી ન હતી. તેથી તેણે કેતનના હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક
પોલીસ પાસે કોઈ નક્કર પુરાવાઓ કે સાક્ષીઓ નથી: સિયાના વકીલનો દાવો
પોલીસના નિવેદનો કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેતા નથી: સરકારી વકીલ તરીકે ઉજ્જવ નિકમ કેસ લડશે

મુંબઈ : કેતન અગ્રવાલ હત્યા કેસમાં આરોપી સિયાના વકીલોએ દાવો કર્યો હતો કે પોલીસ પાસે સિયા વિરુદ્ધ કોઈ નક્કર સ્વતંત્ર પુરાવા કે પ્રત્યક્ષદર્શી નથી. સિયા ગોયલના વકીલ એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ઘટનાને આકસ્મિક મૃત્યુ તરીકે નોંધવામાં આવી હતી. બાદમાં, તપાસ દરમિયાન, પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો. જોકે, તેમનો દાવો છે કે ભારતીય પુરાવા અધિનિયમ ૨૩ મુજબ, પોલીસ સમક્ષ આપવામાં આવેલી કબૂલાત સીધી રીતે કોર્ટમાં સ્વીકાર્ય નથી.
આ કેસમાં મૃતક કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલ શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને તેમના પુત્ર માટે ન્યાયની માંગ કરી હતી. વધુમાં કેતનના પરિવારે આ કેસ માટે ઉજ્જવલ નિકમની નિમણૂક કરવાની વિનંતી કરી હતી. આ અંગે માહિતી આપતા ઉજ્જવલ નિકમે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રીના ફોન આવ્યા બાદ આ જવાબદારી નિભાવવા સંમતિ આપી છે.
દરમિયાન આરોપી સિયા ગોયલના વકીલ આશુતોષ શ્રીવાસ્તવે શુક્રવારે મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે બચાવ પક્ષના મતે, આરોપીએ પોલીસને આપેલા નિવેદનને કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય બનાવવા માટે, કાનૂની પ્રક્રિયા મુજબ તે નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવું આવશ્યક છે. તેથી, ફક્ત પોલીસ તપાસ દરમિયાન કરવામાં આવેલી કબૂલાતના આધારે ગુનો સાબિત કરી શકાતો નથી.
વધુમાં બચાવ પક્ષે દાવો કર્યો હતો કે પોલીસ પાસે સિયા ગોયલ વિરુદ્ધ કોઈ સ્વતંત્ર પ્રત્યક્ષદર્શી કે પ્રત્યક્ષ પુરાવા નથી. તેથી, એવું માનવામાં આવે છે કે પોલીસ પાસે ઉપલબ્ધ પુરાવાઓની કોર્ટમાં સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. જોકે, આ તમામ દાવાઓ પર પોલીસ કે સરકારી પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
વકીલ આશુતોષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સિયા ગોયલ તપાસમાં સહકાર આપી રહી છે અને તેમની પોલીસ કસ્ટડી પૂરી થયા પછી ૨૯ જૂને યોજાનારી સુનાવણીમાં ન્યાયિક કસ્ટડી માટે અરજી દાખલ કરવામાં આવશે.