સિદ્ધિ વિનાયક મંદિર કોરિડોર માટે 25 મેના રોજ ખાતમુહૂર્ત

ભીનો-સૂકો
કચરો છૂટો પડાતો નથી
500 કરોડના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરાશે,ભીડ વ્યવસ્થાપન
સહિતના ઉદ્દેશ
મુંબઈ -
શ્રી સિદ્ધિવિનાયક
મંદિર કોરિડોરનું ખાતમુહૂર્ત આગામી તા. પચ્ચીસમી મે ના રોજ કરવવામાં આવશે.
મંદિરના
ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠી એ ગુજરાત સમાચારને માહિતી આપતાં જણાવ્યું કે કોરિડોર
પ્રોજેક્ટને કારણે મંદિર વિસ્તારની ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે તેમજ ભક્તોની ભીડ
અને સુવિધા વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત બનશે.
મુંબઈના
સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંદિરોમાંના એક એવા સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારો ભક્તો
દર્શન માટે આવે છે. ખાસ કરીને મંગળવાર,
સંકષ્ટી ચતુર્થી અને તહેવારો દરમિયાન ભારે ભીડ જામતી હોવાથી ભક્તોને
અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં
રાખીને કોરિડોર યોજના તૈયાર કરવામાં આવી છે.
પ્રોજેક્ટ હેઠળ મંદિર વિસ્તારના રસ્તાઓનું સુંદરીકરણ, વિશાળ પગપાળા માર્ગો,
ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો, ભક્તો માટે અલગ
રાહ જોવાની સુવિધા, ભૂગર્ભ પાકગ તેમજ આધુનિક સુરક્ષા
વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉપરાંત મંદિરના ધામક અને સાંસ્કૃતિક વારસાને જાળવી
રાખીને સમગ્ર વિસ્તારને આધુનિક સ્વરૃપ આપવામાં આવશે.
તાજેતરમાં જરૃરી વહીવટી મંજૂરીઓ, જમીન ટ્રાન્સફર અને
અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થતાં પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી હોવાનું જાણવા મળે છે.
સમગ્ર કોરિડોર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૃ ૫૦૦ કરોડ છે. કામના પ્રથમ તબક્કા માટે
રૃ. ૯૩ કરોડ સુધીના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.




