Mumbai

કંગના રનૌતે દેખાવોને ફેમીનાઝી અને ગટરછાપ ગણાવી મિડિયાને પણ તેનું લક્ષ્ય બનાવ્યું

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ભાજપના સાંસદ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરી વિવાદ જગાવ્યો છે. કંગનાએ પોતાની ટીકા કરનાર મહિલા એન્કરને શેરીમાં જઈ ગાળો બોલવાની અને કપડાં ફાડવાની સ્વતંત્રતા ભોગવવા જણાવ્યું. તેમણે કેટલાક દેખાવકારોના વર્તનને "ગટરછાપ" ગણાવી સમાજમાં આવા અનૈતિક વર્તનને અસ્વીકાર્ય ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગના રનૌતે દેખાવોને ફેમીનાઝી અને ગટરછાપ ગણાવી મિડિયાને પણ તેનું લક્ષ્ય બનાવ્યું

કંગનાએ ટીકાકાર મહિલા એન્કરને શેરીમાં જઇ ગાળો બોલવાની સ્વતંત્રતા ભોગવવા જણાવ્યું

મુંબઈ -  કેટલાક દેખાવકારોનું ગટરછાપ અનૈતિક અને ગંદુ વર્તન આ સમાજમાં સ્વીકાર્ય નથીઃ બીજેપી સાંસદ કંગના રનૌત

કંગના રનૌતે મંગળવારે એક લાંબી પોસ્ટ ઇન્સ્ટા પર મુકી વિવાદનો મધપુડો છેડયા બાદ બુધવારે વિદ્યાર્થી આંદોલન સામેના તેના હુમલાને વધારે જોરદાર બનાવી જેન ઝીના દેખાવકારોને ફેમીનાઝી અને ગટરછાપ જેવા શબ્દોથી નવાજ્યા હતા. જેન ઝીને જનરેશન ગટર ગણાવી કંગનાએ જણાવ્યું હતું કે તેમના રીલ્સ બકારી આવે તેવા છે. તેમને કોણે જન્મ આપ્યો છે અને કોણ તેમને ઉછેરી રહ્યું છે તેવા સવાલો પણ નવા વિડિયોમાં કર્યાં હતા.

હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભાજપની સાંસદ કંગનાએ ઇન્સ્ટા પર સેલ્ફી વિડિયોમાં તેની ટીકા કરનારા મિડિયાને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે હું તેમને બાળકો, વડીલો અને મહિલાઓ સામે શેરીઓમાં કેટલાક દેખાવકારોએ કરેલાં દેખાવોને અનૈતિક અને ગંદા ગણાવી આ ગટરછાપ વર્તનને સામાન્ય ન બનાવવા જણાવ્યું હતું. આપણે આ સમાજમાં આવું વર્તન સ્વીકારતા નથી. કંગનાએ મંગળવારે પોસ્ટમાં પશ્ચિમના રંગે રંગાયેલી ભારતીય યુવતીઓને નિશાન બનાવી જણાવ્યું હતું કે સાચી સ્વતંત્રતા જવાબદારી અને ઉત્તરદાયિત્વ સાથે આવે છે.ઘણી યુવતીઓ આજે સ્વતંત્ર મહિલાની જીવનશૈલી એ સ્વતંત્રતા રળ્યા વિના ભોગવવા માંગે છે. આ જીવનશૈલી સાથે આવતી જવાબદારીઓ લીધાં વિના તેમની નકલ કરતી હિન્દુ યુવતીઓના વર્તનની ટીકા કરતાં તેમને જનરેશન ગટર ગણાવી જણાવ્યું હતું કે આ યુવતીઓ પાસે સમાજને આપવા માટે કશું નથી. તેઓ ભણવામાં ધ્યાન આપવાને બદલે ડ્રગ્સ અને દારૃના નશામાં રાચવાને સ્વતંત્રતા ગણે છે અને તેમના માતાપિતાના પૈસે આ મોજ કરે છે. કંગનાએ આ ફેમીનાઝીની અસર નીચે પોતાના જિંદગી બરબાદ ન કરવાની વિદ્યાર્થીઓને સલાહ આપી હતી.

કંગનાએ તેના નિવેદન સામે વાંધો લેનારી મહિલા એન્કરને નિશાન બનાવી જણાવ્યું હતું કે તેણે તો શેરીઓમાં જઇ ગાળો બોલવાની અને પોતાના કપડાં ફાડવાની સ્વતંત્રતા ભોગવવી અને દર્શાવવી જોઇએ. કંગનાની ક્રોકોચ જનતા પાર્ટી-સીજેપી-ના પ્રવક્તા સૌરવદાસ સામે બે દિવસથી જીભાજોડી ચાલી રહી છે. જેન ઝી વિશે કંગનાના નિવેદનો ટાંકી દાસે તેની માનસિક સ્થિરતા બાબતે શંકા વ્યક્ત કરી હતી તો કંગનાએ દાસને તદ્દન બિનઉપયોગી અને બેકાર ગણાવી તેના સ્ટુડન્ટ હોવાના દાવા વિશે આશ્ચર્ય પ્રગટ કર્યું હતું. બીજી તરફ દાસે કંગનાના સાંસદ તરીકેના કામને મૂલવતાં જણાવ્યું હતું કે મારે તેના વિશે કશું કહેવા જેવું નથી. તેના પક્ષના લોકો જ તેને ગંભીરતાથી લેતાં નથી.

કંગનાએ સામે જણાવ્યું હતું કે દાસની ઉંમરે તો હું બે નેશનલ એવોર્ડ જીતી ચૂકી હતી. દાસની સમસ્યાઓ અંગત છે. કંગનાની સાંસદ તરીકેની આવી નિમ્ન કક્ષાની ટિપ્પણીઓનો કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને એઆઇએમઅઆઇએમ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો.