Mumbai

અપાત્ર વિદ્યાર્થીને પ્રવેશ બદ્દલ કલ્યાણની કાલેજને એક લાખનો દંડ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે કલ્યાણની શેઠ હિરાચંદ કોલેજને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. કોલેજની ભૂલથી અપાત્ર વિદ્યાર્થીને BMSમાં પ્રવેશ અપાયો હતો, પરંતુ કોર્ટે કહ્યું કે વિદ્યાર્થીને સજા ન થાય. કોર્ટે વિદ્યાર્થીનું અટકાવેલું પરિણામ અને માર્કશીટ 1 અઠવાડિયામાં જાહેર કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

અપાત્ર વિદ્યાર્થીને પ્રવેશ બદ્દલ કલ્યાણની કાલેજને  એક લાખનો દંડ

કોલેજની ભૂલની વિદ્યાર્થીને સજા નહીં ઃ હાઈકોર્ટ

વિદ્યાર્થીનું રિઝર્વ રખાયેલું પરિણામ તથા માર્કશીટ અઠવાડિયામાં જાહેર કરવા આદેશ

મુંબઈ -  મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે કલ્યાણ સ્થિત શેઠ હિરાચંદ મુઠા આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કાલેને રૃપિયા એક લાખનો દંડ ફટકારી મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે, 'કાલેજની ભૂલની સજા વિદ્યાર્થી ન ભોગવી શકે'. બીએમએસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે જરૃરી પાત્રતા ન હોવા છતાં વિદ્યાર્થીને પ્રવેશ આપવાને મામલે કોર્ટે કોલેજની ગંભીર બેદરકારી બદલ આ કાર્યવાહી કરી છે. સાથે જ વિદ્યાર્થીનું શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે તેની માર્કશીટ એક સપ્તાહમાં જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે.

ન્યાયમૂત રિયાઝ છાગલા અને ન્યાયમૂત ફરહાન દુબાશની ખંડપીઠ સમક્ષ વિદ્યાર્થીએ અરજી દાખલ કરી હતી. વિદ્યાર્થીએ તમામ છ સેમેસ્ટર પૂર્ણ કરીને અંતિમ પરીક્ષા પણ પાસ કરી હતી, પરંતુ પાત્રતા સંબંધિત વિવાદને કારણે તેનું પરિણામ અટકાવવામાં આવ્યું હતું. કોલેજે કોર્ટમાં દલીલ કરી હતી કે, કોરોના મહામારી દરમિયાન સ્ટાફની અછત, વર્ક ફ્રોમ હોમ અને સંપર્કની સમસ્યાને કારણે ધમાનવીય ભૂલધ થઈ હતી, જેના કારણે અપાત્ર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જોકે, મુંબઈ યુનિવસટીએ કોર્ટને જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં પ્રવેશ ચકાસણી (વેરિફિકેશન) દરમિયાન જ વિદ્યાર્થી અપાત્ર હોવાનું કોલેજને જણાવાયું હતું. તેમ છતાં કોલેજે વિદ્યાર્થીને અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર જવાબદારી કોલેજની છે અને વિદ્યાર્થીએ કોર્સ પૂર્ણ કરી દીધો હોવાથી તેની કારકિર્દી સાથે અન્યાય થઈ શકે નહીં. તેથી કોર્ટે વિદ્યાર્થીની ડિગ્રી અને માર્કશીટ સુરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટે નોંધ્યું કે આ કોલેજ અગાઉ પણ સમાન પ્રકારની બેદરકારી બદલ દંડિત થઈ ચૂકી છે અને તેને  રીપીટ ઓફેન્ડર ગણાવી હતી. અગાઉ પણ આવી જ ઘટનામાં ૫૦ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, છતાં કોલેજે જરૃરી સુધારા કર્યા નહોતા. હવે કોર્ટે એક લાખ રૃપિયાનો દંડ બે અઠવાડિયામાં મુંબઈ યુનિવસટીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે તેમજ કોલેજના અધ્યક્ષને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેવું સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સુનાવણી ૧૩ જુલાઈએ યોજાશે.