Mumbai

જુહૂ બીચ ગંદો બન્યોઃ ૧૦ દિવસમાં ૧૮૦૦ મે. ટન કચરો હટાવાયો

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈનો પ્રખ્યાત જુહુ બીચ હાલ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેરવાઈ ગયો છે. ચોમાસામાં દરિયા કિનારે 1000 મિમી વરસાદ બાદ 1800 મેટ્રિક ટન કચરો દસ દિવસમાં હટાવાયો છે. અરબી સમુદ્રમાંથી આવતો કચરો હવે દરરોજ 350 મેટ્રિક ટન જેટલો જમા થાય છે. વિપક્ષે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જુહૂ બીચ  ગંદો બન્યોઃ ૧૦ દિવસમાં ૧૮૦૦ મે. ટન કચરો હટાવાયો

સહેલાણીઓ માટે આકર્ષણરુપ મનાતો બીચ ડમ્પિંગ ગ્રાઉન્ડ બની ગયો

મુંબઈ - મુંબઈની આગવી ઓળખ એવો જૂહૂ બીચ અત્યારે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. જૂહૂના દરિયા કિનારે વરસાદની મોજ માણવા જતં લોકોને પાલિકાના કર્મચારીઓ દરરોજ મશીનની મદદથી કચરાના મોટાં ઢગલાંઓ દૂર કરતાં જોવા મળી રહ્યાં છે. પાલિકાએ જણાવ્યું કે, જુલાઈના પહેલાં અઠવાડિયામાં જ અહીં ૧૦૦૦ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લાં દસ દિવસમાં અહીંથી ૧૮૦૦ મેટ્રિક ટન કચરો હટાવાયો છે. 

મહાપાલિકાના  જણાવ્યાનુસાર, નાના નાળા અને કુદરતી જળમાર્ગોથી વહીને આવેલો કચરો મોટા પાયે હવે અરબી સમુદ્રમાં ગયો હતો. હવે દરિયાની લહેરો સાથે આ કચરો બહા આવી રહ્યો છે. આશરે સાત કિમી લાંબા જૂહૂ બીચ પર હાલ દરરોજ ૩૫૦ મેટ્રિક ટન કચરો જમા થાય છે. છેલ્લાં દસ દિવસમાં બીચ પરથી આશરે ૧૮૦૦ મેટ્રિક ટન કચરો દૂર કરાયો છે અને તેનો વૈજ્ઞાાનિક નિકાલ માટે મોકલવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં જૂહૂ પર ૬૦ મેટ્રિક ટન કચરો જ હોય છે.

જોકે આ બાબતે વિપક્ષી નેતા કિશોરી પેડણેકરે બુધવારે જૂહૂની મુલાકાત લઈ જણાવ્યું કે, મેં સોશિયલ મીડિયામાં વિડીયો જોયા બાદ બીચની મુલાકાત લીધી. આ કચરો જોતાં લાગે છે કે પાલિકાએ કશું જ કામ કર્યું નથી. જ્યારે બીજેપી મુંબઈ અધ્યક્ષ અમિત સાટમે જણાવ્યું કે, અમે પાલિકા અધિકારીઓ સાથે સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી છે અને હાઈટાઈડને લીધે આ કચરો બહાર આવી રહ્યો છે. જેને સાફ કરવા વધારાના કર્મચારીઓ પણ કામે લગાડયા છે. જોકે નાગરિકો નદી-નાળામાં કચરા નાંખવાનું બંધ કરે તો પણ ઘણી રાહત થઈ શકે છે.