જુનિયર એનટીઆરને ખભા પર ઇજાઃ૮ સપ્તાહ બેડરેસ્ટની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાહકોએ ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
ફિલ્મ ડ્રેગનના સેટ પર ઇજા થઇ હોવાની સોશ્યલ મિડિયા પર અટકળો
મુંબઇ - તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરને ખભા પર ઇજા થતાં ડોક્ટરોએ તેમને છથી આઠ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે. એક્સ પર આ સમાચાર જુનિયર એનટીઆરની ટીમે આપ્યા હતા. ડોક્ટરોએ સોમવારે સાંજે જુનિયર એનટીઆરની ઇજાને તપાસી તેમને આરામ કરવાની સલાહ આપી હતી.
જો કે એક્ટરની ટીમે આ ઇજા કેવી રીતે થઇ તે અંગે કશો ફોડ પાડયો ન હોઇ પ્રશાંત નીલની આગામી ફિલ્મ 'ડ્રેગન'ના શૂટિંગ દરમ્યાન આ ઇજા થઇ હોવાની અટકળો સોશ્યલ મિડિયા પર ચાલી હતી. ચાહકોએ તે ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
'ડ્રેગન' ફિલ્મમાં જુનિયર એનટીઆર લુગર નામના હત્યારાની ભૂમિકા ભજવે છે જે અફીણનો વેપાર કરતી અફઘાન ટ્રેડિંગ કંપની માટે કામ કરે છે. જ્યારે અનિલ કપૂર નાર્કોટિક્સ વિભાગનાવ ડાની ભૂમિકા ભજવે છે.




