જોન અબ્રાહમે મુંબઈમાં ૮૪ કરોડનો બંગલો લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાંચ કરોડ રુપિયાની તો સ્ટેમ્પ ડયૂટી ભરી
ફલેટને બદલે બંગલો ખરીદી જોન શાહરુખ ઉપરાંત જૂના કલાકારોના ચીલે ચાલ્યો
મુંબઇ - બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડના એક્ટર જ્હોન અબ્રાહમે ૮૪ કરોડ રૃપિયાનો બંગલો ખરીદ્યો છે.
સેંટ માર્ટિન રોડ પર આવેલો આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી ૧૪ જુલાઇના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રુપિયાની તો ફક્ત સ્ટેમ્પ ડયૂટી ભરી છે.
હાલ બાન્દ્રામાં બોલીવૂડની મોટી હસ્તીઓ રહેતી હોઇ જ્હોન અબ્રાહમની આ ખરીદી તેની સફળતાની સૂચક છે. તાજેતરમાં જ સલમાન ખાને બાન્દ્રામા પોતાનો એક ફલેટ વેચ્યો હતો. બોલિવુડના નવી પેઢીના કલાકારો મોટાભાગે બહુમાળી ફલેટ્સમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાય કલાકારો તેમની જરુરિયાત મુજબ ડુપ્લેક્સ ફલેટ ખરીદતા હોય છે. શાહરુખ ખાન જેવા જુજ કલાકારો બંગલામાં રહે છે. બોલિવુડના જૂની પેઢીના તમામ કલાકારો એ સમય પ્રમાણે આલીશાન બંગલાઓમાં જ રહેતા હતા.
દસ્તાવેજોની વિગતો અનુસાર આ જુનો બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં ૧૯૩.૧૨ ચોરસ મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે આ બંગલાની સાથે ૩૧.૫૦ ચોરસ મીટરનો એરિયા ધરાવતું આઉટહાઉસ પણ આવેલું છે.




