Mumbai

જોન અબ્રાહમે મુંબઈમાં ૮૪ કરોડનો બંગલો લીધો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈના બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમે 84 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. સેંટ માર્ટિન રોડ પરના આ બંગલાની નોંધણી 14 જુલાઈના રોજ થઈ હતી. જ્હોને આ સોદા માટે 5 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. આ ખરીદી જ્હોનની સફળતા દર્શાવે છે, જે શાહરુખ ખાન જેવા જૂના કલાકારોના ચીલે ચાલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જોન અબ્રાહમે  મુંબઈમાં ૮૪ કરોડનો બંગલો લીધો

પાંચ કરોડ રુપિયાની તો સ્ટેમ્પ ડયૂટી ભરી

ફલેટને બદલે બંગલો ખરીદી જોન શાહરુખ ઉપરાંત  જૂના કલાકારોના ચીલે ચાલ્યો                                     

મુંબઇ -  બાન્દ્રા પશ્ચિમમાં બોલિવૂડના એક્ટર જ્હોન અબ્રાહમે ૮૪ કરોડ રૃપિયાનો બંગલો ખરીદ્યો હોવાના સમાચાર જાણવા મળ્યા છે.

સેંટ માર્ટિન રોડ પર આવેલો આ બંગલાની ખરીદીના દસ્તાવેજોની નોંધણી ૧૪ જુલાઇના રોજ કરવામાં આવી હતી. આ સોદા માટે તેણે પાંચ કરોડ રુપિયાની તો ફક્ત સ્ટેમ્પ ડયૂટી ભરી છે.

હાલ બાન્દ્રામાં બોલીવૂડની મોટી હસ્તીઓ રહેતી હોઇ જ્હોન અબ્રાહમની આ ખરીદી તેની સફળતાની સૂચક છે. તાજેતરમાં જ સલમાન ખાને બાન્દ્રામા પોતાનો એક ફલેટ વેચ્યો હતો.  બોલિવુડના નવી પેઢીના કલાકારો મોટાભાગે બહુમાળી ફલેટ્સમાં રહેવાનું પસંદ કરે છે. કેટલાય કલાકારો તેમની જરુરિયાત મુજબ ડુપ્લેક્સ ફલેટ ખરીદતા હોય છે. શાહરુખ ખાન જેવા જુજ કલાકારો બંગલામાં રહે છે. બોલિવુડના જૂની પેઢીના તમામ કલાકારો એ સમય પ્રમાણે આલીશાન બંગલાઓમાં જ રહેતા હતા. દસ્તાવેજોની વિગતો અનુસાર આ જુનો બંગલો ૧૦૧૭.૬૦ ચોરસ મીટરના પ્લોટમાં ૧૯૩.૧૨ ચોરસ મીટરનો બિલ્ટ અપ એરિયા ધરાવે છે. રસપ્રદ બાબત એ છે કે આ બંગલાની સાથે ૩૧.૫૦ ચોરસ મીટરનો એરિયા ધરાવતું આઉટહાઉસ પણ આવેલું છે.