Mumbai

જાવેદ જાફરીની પત્ની હબીબા સાથે 17 કરોડની છેતરપિંડી

By GS Team
15 May 20262 mins read
જાવેદ જાફરીની પત્ની હબીબા  સાથે 17 કરોડની છેતરપિંડી

નિશિત પટેલ નામના શકમંદની ધરપકડ

છેતરપિંડી કઈ રીતે થઈ તે જાણવા માટે નાણાંકીય દસ્વાવેજો તથા અન્ય પુરાવાની તપાસ

મુંબઈ -  પ્રખ્યાત અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે રૃ.૧૭.૫ કરોડની છેતરપિંડીના કેસમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ  કથિત રીતે ઉચ્ચ નફો અને આકર્ષક વ્યવસાયિક તકોનું વચન આપીને રોકાણના નામે પૈસા પડાવી લીધા હતા. 

નિશિત  પટેલ નામના આરોપીએ પોતે એક ઉદ્યોગપતિ હોવાનું જણાવી હબીબા જાફરીને રોકાણ માટે ઓફર આપી હતી.   

પ્રારંભિક તપાસ બાદ અધિકારીઓએ મુંબઈમાં આરોપી નિશિતને શોધી કાઢયા બાદ તેની ધરપકડ કરી  હતી.  અધિકારીઓ હવે બેંક વ્યવહારો, નાણાકીય રેકોર્ડ્સ અને  વાતચીતની તપાસ કરી રહ્યા છે આથી  સમજી શકાય કે કથિત કૌભાંડ ચોક્કસ કેવી રીતે હાથ ધરવામાં આવ્યું હતું 

       તપાસ એજન્સીઓ કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી હતી.  ત્યારે હબીબા જાફરીનું નામ પ્રકાશમાં આવ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે કેસના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને ઘણા મુખ્ય દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. હાલમાં, પોલીસ કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સંબંધિત વ્યક્તિઓની સતત પૂછપરછ કરી રહી છે. દરમિયાન અભિનેતા જાવેદ જાફરીએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.

     એક્ટર જાવેદ જાફરીના પહેલા લગ્ન ઝેબા બખ્તિયાર સાથે થયા હતા. ઝેબાથી છૂટાછેડા પછી  જાવેદે હબીબા સાથે લગ્ન કર્યા હતા.  તેમને ત્રણ સંતાન  છે. આમાંથી મીઝાન જાફરીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.