જરાંગેએ આખરે ઉપવાસ સમેટયા, મુંબઈ કૂચ ટળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સરકારી પ્રતિનિધિ મંડળની વાટાઘાટો ફળી
જોકે, સરકાર દ્વારા માગણીઓ પર અમલ માટે ત્રણ મહિના સુધી રાહ જોશે
મુંબઈ - મરાઠા આંદોલનકારી મનોજ જરાંગેએ ૨૦ દિવસથી ચીલતું ઉપવાસ આંદોલન આજે સમેટી લેતાં તેમની મુંબઈ કૂચ ટળી છે. આથી ગણેશોત્સવ વખતે આ કૂચથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાવાની બાબતે મુંબઈ પોલીસની ચિંતા પણ ટળી છે.
બીડ જિલ્લાના પટોડા ખાતે જરાંગે અને સરકારના પ્રતિનિધિમંડળ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ જરાંગેએ ઉપવાસ આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે પોતે સરકાર દ્વારા નક્કર અમલ માટે ત્રણ મહિના સુધી રાહ જોશે.
સરકાર તરફથી જરાંગેને તેમની માગણીઓ અંગે ચાલી રહેલી પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી. વિખે પાટીલે પ્રક્રિયાની પ્રગતિ પર નજર રાખવા માટે જરાંગેને ત્રણ પ્રતિનિધિઓ નિયુક્ત કરવા જણાવ્યું હતું.
જરાંગેની મુખ્ય માગણીઓમાં હૈદરાબાદ, સાતારા અને ઔંધ ગેઝેટને સત્તાવાર માન્યતા આપી પાત્ર મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો અને ઓબીસી અનામતનો લાભ આપવાનો સમાવેશ થાય છે.
દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે જરાંગેની મુંબઈ કૂચ રોકવાની માગણી સાથે થયેલી અરજીનો આજે એમ કહીને નિકાલ કર્યો હતો કે હવે જરાંગેએ કૂચ બંધ રાખી છે એટલે આ અરજીની સુનાવણીની જરુર નથી.




