જેક્લિને સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચતા ખટલો ચાલુ રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુકેશ કેસમાં ૧૬ જુલાઇએ વધુ સુનાવણી
જેેક્લિનની કોઈ કારી ન ફાવીઃ અગાઉ પણ ઈડીએ સરકારી સાક્ષી બનાવવાની ના પાડી હતી
મુંબઈ – બસો કરોડ રૃપિયાની મની લોન્ડરિંગ કેસમાં પોતાની સામે કરવામાં આવેલા આરોપોને પડકારવા જેક્લિન ફર્નાન્ડિઝે સુપ્રીમ કોર્ટમાં કરેલી સ્પેશ્યલ લીવ પિટિશન પાછી ખેંચી લેતાં આ કેસ હવે આગળ ચાલશે. આ કેસની આગામી સુનાવણી હવે ટ્રાયલ કોર્ટ સમક્ષ ૧૬ જુલાઇએ કરવામાં આવશે.
ગુરૃવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ બાબતની સુનાવણી શરૃ થઇ ત્યારે જેક્લિને તેની અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી. સુપ્રીમ કોર્ટે તેની વિનંતી માન્ય રાખી હતી. જેક્લિને તેની અરજીમાં બે આદેશોને પડકાર્યા હતા. પોતાની સામે ઇડીની ફરિયાદને રદ કરવાની ના પાડતા દિલ્હીની હાઇકોર્ટના આદેશને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. બીજા કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેની સામે આરોપો ઘડનારી ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેક્લિને હવે અરજી પાછી ખેંચી હોઇ હવે ટ્રાયલ કોર્ટમાં ખટલો આગળ ચાલશે.
જેક્લિને ત્રીજી જુને પતિયાલા કોર્ટ હાઉસમાં હાજર થઇ તેની સામે ઘડવામાં આવેલાં આરોપોમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. હવે જેક્લિનની સાથે સુકેશ ચન્દ્રશેખર,તેની પત્ની લીના અને અન્ય ૧૪ જણાં સામે ખટલો ચલાવવામાં આવશે. થોડા અઠવાડિયાઓ અગાઉ જેક્લિને સુપ્રીમ કોર્ટમાં જ સરકારી સાક્ષી બનવાની અરજી પણ પાછી ખેંચી હતી. ઇડીએ જેક્લિનની અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન તેનું વર્તન સંતોષકારક રહ્યું નથી. તેણે ગુનાની રકમ ક્યાં ખર્ચાઇ તેની તપાસમાં પુરેપુરો સહકાર આપ્યો નથી. ઇડીના જણાવ્યા અનુસાર સુકેશે મની લોન્ડરિંગ કરી મેળવેલાં નાણાંમાંથી આશરે સાત કરોડ રૃપિયાની ગિફ્ટ જેક્લિનને આપી હતી. જેક્લિને આ મામલે સતત સુકેશની ગુનાઇત પ્રવૃત્તિઓની ર્કે ગિફ્ટ ખરીદવા માટે વપરાયેલાં નાણાં ક્યાંથી આવ્યા તેની કશી જાણ ન હોવાનું જણાવ્યું હતું.









