દેશ આઝાદ થયાને ૮૦ વર્ષ પછી પણ લોકો દીકરો ઈચ્છે એ દુર્ભાગ્યપૂર્ણ ઃહાઈકોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક મહિનાની પૌત્રીને ડૂબાડીને મારી નાખનારા દાદાને જામીનનો ઈનકાર્ર
દાદા તથા પરિવારના સભ્યોએ નવજાત પૌત્રીને ઈંટ સાથે બાંધી ટબમાં ડૂબાડી દીધી હતી, આશા વર્કરે પર્દાફાશ કર્યો
મુંબઈ - દેશને આઝાદ થયાને ૮૦ વર્ષ થયા પછી પણ દીકરીને બદલે દીકરાની મંછા રાખવાની પ્રથાની ટીકા કરીને બોમ્બે હાઈ કોર્ટે પરિવાર સાથે મળીને એક મહિનાની પૌત્રીની હત્યા કરવાના કેસમાં દાદાને જામીન નકાર્યા હતા.
પુત્રને બીજી પુત્રી અવતરી હોવાથી નવજાત પૌત્રીની હત્યા કરનારા દાદા ગોપીનાથ પ્રધાનને કોર્ટે જામીન નકાર્યા હતા. કોર્ટે નોંધ કરી હતી કે દેશ આઝાદ થયાને ૮૦ વર્ષ વિતી ગયા છતાં હજીએ દીકરો જન્મે એવી આશા રાખવામાં આવે છે એ દુર્ભાગ્યની વાત છે.
પ્રધાન અને તેના પરિવારના સભ્યોએ મળીને પાણી ભરેલા ટબમાં એક મહિનાની બાળકીને ઈંટ સાથે બાંધીને ડૂબાડી દીધી હતી જેથી તે હલન ચલન કરી શકે નહીં.ઘટના વિશે આશા વર્કરે પોલીસને જાણ કરતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
જામીન અરજીમાં આરોપીએ દાવો કર્યો હતો કે બનાવ સાથે પોતાને સાંકળતો કોઈ પુરાવો નથી વળી બાળકીની માતા મુખ્ય આરોપી છે અને તેને જામીન આપી દેવાયા છે. ફરિયાદ પક્ષે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે બાળકીને ટબમાં નાખી હોવાની જાણ અરજદારને પહેલાં થઈ હતી અને આથી તેને પોતાના ઘરમાં બનેલી ઘટનાની ખાસ જાણ હતી. વળી અંતિમસંસ્કાર પણ ઉતાવળે કરીનખાયા હતા પણ આશા વકર્રને શંકા પડતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પાછો બહાર કાઢીને પોસ્ટમોર્ટ કરતાં ડૂબી જવાથી મૃત્યુ થયાનું જણાયું હતું.
આશા વર્કરે આમાં પોલીસ કેસ થવો જોઈએ એવી સલાહ આપી છતાં કોઈએ સાંભળ્યું નહીં. આ વર્તન જ વાંધાજનક છે અને આરોપી સહિતના આરોપીઓ પ્રત્યે શંકા ઉપજાવે છે.




