આમિરને કેનેડા તથા સ્વીડનથી ધમકી મોકલાયાનું ખુલ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આમિર વિદેશથી પરત આવ્યો, હજુ સુધી ધમકી અંગે ઔપચારિક ફરિયાદ નહિ
મુંબઈ - બોલીવુડ અભિનેતા આમીરખાનને મોકલવામાં આવેલા ધમકી ભર્યા કોલ અને ઓડિયો મેસેજ સ્વીડન અને કેનેડાના આઇપી એડ્રેસ પર ટ્રેસ કરવામાં આવ્યા છે.
ધમકીભર્યા વોઇસ નોટ અને ફેસબુક પોસ્ટ્સ જારી કરનારની ઓળખ આરઝુ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈ તરીકે થઈ હતી. તેમણે પોતે લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં સામેલ હોવાનો દાવો કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં છે.
ગત પાંચમી જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથેના તેમના ખાનગી લગ્ન પછી ૬૧ વર્ષીય આમિર પર લવ જેહાદને પ્રોત્સાહનનો આરોપ મૂકી ધમકી અપાઈ હતી. ધમકી આપનારે જણાવ્યું હતું કે આમિરનાં કૃત્યો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની વિરુદ્ધ છે, અન તેને પાઠ ભણાવાશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વોઇસ ક્લિપ સોશિયલ મીડિયા પર પ્રસારિત થાય તે પહેલા એન્ક્રિપટેડ મેસેજિંગ પ્લેટફોર્મ સિગ્નલ દ્વારા ભારતમાં પહોંચી હોય તેવું લાગે છે. અભિનેતા દ્વારા અત્યાર સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી પરંતુ પોલીસે બાંદ્રાના પાલી હિલમાં તેના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. આમિર થોડા દિવસો પહેલાં જ વિદેશ પ્રવાસેથી પરત આવ્યો છે.









