Mumbai

નેહરુ સાયન્સ સેન્ટરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી શરૃ

By GS Team
17 May 20261 min read
નેહરુ સાયન્સ સેન્ટરમાં ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણી શરૃ

 નાગરિકોમાં  વિજ્ઞાાન  પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હેતુ

શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન

મુંબઇ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ  મ્યુઝિયમ ડે -- ૨૦૨૬ ની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.  મુંબઇના નેહરુ સાયન્સ સેન્ટર(વરલી)માં ૧૬થી ૧૮, મે  દરમિયાન ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

 નેહરુ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ઉમેશ કુમાર રૃસ્તગીએ એવી માહિતી આપી હતી કે ઇન્ટરનેશનલ   મ્યુઝિયમ ડે ની ઉજવણીનો હેતુ શાળા-કોલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સહિત  નાગરિકોમાં  વિજ્ઞાાન  પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. મ્યુઝિયમ એટલે ઐતિહાસિક વસ્તુઓ, ચલણી સિક્કા, શસ્ત્રો, ચિત્રો વગેરેનું સંગ્રહસ્થાન નહીં પણ જ્ઞાાન-વિજ્ઞાાનનું જીવન ઉપયોગી શિક્ષણ, કલા, સાંસ્કૃતિક બાબતો પ્રત્યેન રસ -રૃચી વધારવાનો છે. ભારતના મહાન વિજ્ઞાાનીઓ, ઇતિહાસકારો, કલાકારો, સંગીતકારોના અમર યોગદાનમાંથી પ્રેરણા લેવાનો છે.

ઇન્ટરનેશનલ  મ્યુઝિયમ ડે -- ૨૦૨૬ નું    સૂત્ર  છે માય ઓઉન કલેક્શન. એટલે કે ૧૬થી ૧૮, મે દરમિયાન  યોજાયેલા  પ્રદર્શનમાં મુંબઇની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓ માટે   મ્યુઝિયમ  વિશે  ઓનલાઇન ક્વિઝ(પ્રશ્નોત્તરી)રચનાત્મક અભિગમ કેળવવો, વિજ્ઞાાન સંબંધી પ્રોજેક્ટ્સ બનાવવા અને રજૂ કરવા, ઐતિહાસિક વસ્તુઓ, આકાશદર્શન અને પ્રશ્નોત્તરી, નાગરિકો - પરિવારો માટે સાયન્સ વર્કશોપ્સ વગરેનું આયોજન કરવામાં આવ્યું  છે.

મ્યુઝિયમની મુલાકાતનો સમય સવારે ઃ ૯ ઃ૦૦ થી રાતના ઃ ૯ ઃ ૦૦ સુધી છે.