Mumbai

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન નથી-હાઈકાર્ટ

By GS TEAM
26 Sep 20252 mins read
કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન નથી-હાઈકાર્ટ

વ્યક્તિ ધર્મનો પ્રતિનિધિ હોઈ શકે પરંતુ તે પોતે ધર્મ નથી

મરાઠા નેતા મનોજ  જરાંગેનું અપમાન કરવા  બદલ નોંધાયેલી એફઆઈઆર રદ કરતી વખતે હાઈકોર્ટની  ટિપ્પણી

મુંબઈ - કોઈ વ્યક્તિ ચોક્કસ રીતે ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે છે પરંતુ તે પોતે 'ધર્મ' બનતો નથી, બોમ્બે હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સામાજિક -રાજકીય મહાનુભવ માટે કોઈપણ દુર્વ્યવહાર અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કોઈ ધર્મના અપમાન સમાન ન હોઈ શકે. ઔરંગાબાદ બેન્ચના ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને હિતેન વેણેગાવકરની ડિવિઝન બેન્ચે મરાઠા નેતા અને કાર્યકર્તા મનોજ  જરાંગે -પાટીલ વિશેે અપશબ્દો બોલવા બદલ એક વ્યક્તિ સામે નોંધાયેલ એફઆઈઆર રદ કરી હતી. જરાંગે મરાઠા સમુદાય માટે અનામત માટે વિરોધપ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે.

ન્યાયાધીશોએ કહ્યું કે તેઓ સંતુષ્ટ છે કે એફઆઈઆરમાં સૌથી વધુ કથિત ક્રૂર  દુર્વ્યવહાર જરાંગે ે-પાટીલ પર કરવામાં આવ્યો છે  ે અને ખાસ કરીને એફઆઈઆરમાં  મરાઠા યોદ્ધા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે . એફઆઈઆરમાં કરવામાં આવેલા સમગ્ર નિવેદનોમાં  ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે કોઈ પણ ધર્મ અથવા કોઈપણ વર્ગની ધામક માન્યતાઓનું અપમાન કરવાનો કોઈ ઉલ્લેખ નથી અને ધામક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ ઈરાદો પણ નથી. હાલના અરજદાર દ્વારા દેવતા, શસ્ત્ર, સંસ્કાર અથવા ધર્મશસ્ત્રીય સિદ્ધાંતનું અપમાન કરવાના કોઈ આરોપો નથી. 

ન્યાયાધીશોએ નોંધ્યું કે આ ઘટના એક બાર અને રેસ્ટોરન્ટમાં બની હતી અને દારૃ પીધા પછી ઝઘડા દરમિયાન, અરજદારે  ૅજરાંગે-પાટીલ સામે અપશબ્દો બોલ્યા હતા.

વધુમાં એ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે અરજદારે કથિત ઘટના વિશે માહિતી આપનાર પાસે તાત્કાલિક માફી માંગી હતી, જે અંગે બેન્ચે જણાવ્યું હતું કે, સાંપ્રદાયિક હિંસા ભડકાવવા અથવા જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. ૧૮ પાનાના ચુકાદામાં, ન્યાયાધીશોએ ભાર મૂક્યો હતો કે કાયદો ધામક માન્યતાઓને ખોટી અથવા ગેરમાર્ગે દોરતી માહિતીના ઇરાદાપૂર્વક અને વ્યૂહાત્મક ફેલાવાથી અથવા સમાજમાં નુકસાન પહોંચાડવા અને સામાજિક શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરવાથી સુરક્ષિત કરે છે. 

 આ અવલોકનો સાથે, ન્યાયાધીશોએ ૧૨ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ અરજદાર સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરી હતી.